રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોઁધાયા -ઓમિક્રોન સંક્રમિત દર્દીની સંખ્યા કુલ 6 થઈ
- દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોઁધાયા
- તંત્રની ચિંતામાં વધારો કુલ કેસ 6 પર પહોચ્યા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિેન્ટ ઓનિક્રોને હાહાકાર મચાવ્યો છે આ સ્થિતિ વચ્ચે હવે દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધતા જોવા મળી રહ્યા છે, જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો હવે દર્દીઓનો આંકડા 6 પર પહોંચી ચૂક્યો છે,કારણ કે આજરોજ મંગળવારે વધુ 4 નવા કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.
આ સાથે જ દેશમાં આજે સવાર સુધી જ્યો ઓમિક્રોનની કેસની સંખ્યા 41 નોધાઈ હતકી તે હવે વઘીને 45 થઈ ગઈ છે. આ સાથે જ પહેલાની જેમ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણની સૌથી વધુ સંખ્યા જોવા મળી રહી છે. બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્માં રાજસ્થાનનો સમાવેશ થાય છે.
ત્યારે હવે વધતા ઓમિક્રોનના કહેર વચ્ચે આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને કોરોના પ્રોટોકોલનું સકખ્ત પણે પાલન કરવા જણાવ્યું છે. આ સિવાય કેન્દ્રએ રાજ્યોને પણ તપાસ ઝડપી બનાવવાના પગલા લેવા કહ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં આજરોજ નોઁધાયેલા નવા 4 કેસને લઈને હવે રાજ્યમાં કુલ સંખ્યા છ થઈ ગઈ છે.જો કે ઓમિક્રોનના પ્રથમ નોઁધાયેલા કેસના એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં એલએનજેપી હોસ્પિટલમાં 35 કોરોના દર્દીઓ અને 3 શંકાસ્પદ કેસ દાખલ થયેલા જોવા મળે છે.
આ સમગ્ર બાબતને લઈને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ માહિતી આપી છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 5 હજાર 784 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 252 લોકોના મોત થયા છે.