- દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો
- સંખ્યા 161 પર પહોંચી
- દિલ્હી બાદ કેરળમાં 4 નવા કેસ નોંધાયા
દિલ્હીઃ- કોરોનાના નવા વેરિએન્ટનો કહેર હવે ભારત પર વર્તાઈ રહ્યો છે,દેશમાં દિવસેને દિવસે આ કેસની સ્ખાયામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યાર હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં તે કુલ 12 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે.
આ સાથે જ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54 સંક્રમિત મળી આવ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાનીમાં આજે વધુ ચાર નવા સંક્રમિતોની પૃષ્ટિ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને 26 પર પહોંચી છે ,તો દેશના બીજા રાજ્ય તેલંગાણામાં 20, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 14, ગુજરાતમાં 9, કેરળમાં 15, બે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશમાં, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક વ્યક્તિમાં ઓમિક્રોનની પૃષ્ટિ કરવામાં આવી છે. આમ દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે 161 છે.દિલ્હી બાદ કેરળમાં પણ ‘ઓમિક્રોન’ના ચાર નવા કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 15 થઈ ગઈ છે.
આ સાથે જ આ પહેલા, રવિવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 107 કેસ નોંધાયા હતા, જે છ મહિના પછી કોઈપણ એક દિવસમાં કોરોના કેસની સૌથી વધુ સંખ્યા ગણાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે અહીં 902 કેસ નોંધાયા હતા.