1. Home
  2. ગુજરાતી
  3. 6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં
6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં

6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં

0
Social Share

નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશભરમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાના વિષય પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. પેનલમાં કુલ 47 રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમાં 32 પક્ષોએ વન નેશન-વન ઈલેક્શનને ટેકો આપ્યો છે અને 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો છે.

સૌથી મોટી વાત એ છે કે 6 રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી માત્ર 2 રાષ્ટ્રીય પાર્ટીઓએ જ આ વિચારને ટેકો આપ્યો છે, જ્યારે ચાર રાષ્ટ્રીય પક્ષોએ આનો વિરોધ કર્યો છે. વન નેશન-વન ઈલેક્શનનું સમર્થન કરનારી રાષ્ટ્રીય પાર્ટીઓમાં ભાજપ અને કોરનાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી સામેલ છે. બીજી તરફ ચાર રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી અને સીપીએમએ આનો વિરોધ કર્યો છે. પેનલમાં ચૂંટણી પંચે રજિસ્ટર્ડ 62 રાજકીય પક્ષોને આના પર અભિપ્રાય આપવા જણાવ્યું હતું. તેમાંથી 18 પ7ની સાથે પેનલના સદસ્યોએ વ્યક્તિગત ચર્ચાવિચારણા કરી હતી.

ક્યાં પક્ષોએ સમર્થન કર્યું?

ભાજપ અને એનપીપી સિવાય જે પાર્ટીઓએ એક દેશ-એક ઈલેક્શનનું સમર્થન કર્યું છે, તેમાં તમિલનાડુની અન્નાડીએમકે, યુપીની અપનાદળ(સોનેલાલ), આસામ ગણ પરિષદ, લોક જનશક્તિ પાર્ટી (આર), નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (નાગાલેન્ડ), સિક્કીમ ક્રાંતિકારી મોરચો, મિજો નેશનલ ફ્રન્ટ અને યૂનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ ઓફ આસામ, બીજૂ જનતા દળ, શિવસેના (એકનાથ શિંદે જૂથ), અકાલી દળ, જેડીયુ અને ઝારખંડમાં ભાજપની સહયોગી પાર્ટી આજસૂ સામેલ છે.

ક્યાં પક્ષોએ વિરોધ કર્યો?

ચાર રાષ્ટ્રીય પક્ષો સિવાય જે અન્ય પક્ષોએ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કર્યો છે, તેમાં ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, ડીએમકે, નગા પીપલ્સ ફ્રન્ટ, AIMIM, AIUDF સામેલ છે.

આ પક્ષોએ આપ્યો નથી જવાબ

તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ, જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, પૂર્વ પીએમ દેવેગૌડાની પાર્ટી જેડીએસ, ઝારખંડની સત્તાધારી અને ગઠબંધનમાં મોટી ભાગીદાર ઝારખંડ મુક્તિ મોરચા, શરદ પવારની એનસીપી, લાલુ યાદવની આરજેડી, કેરળ કોંગ્રેસ, ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને જયંત ચૌધરીની આરએલડી પણ સામેલ છે. બંને પક્ષો તાજેતરમાં એનડીએનો હિસ્સો બન્યા છે. આ સિવાય આઈયૂએમએલ, વાયએસઆરસીપી અને રિવોલ્યૂશનરી સોશયલિસ્ટ પાર્ટી એટલે કે આરએસપીએ પણ પોતાનો અભિપ્રાય પેનલને સોંપ્યો નથી.

 પેનલે શું કરી છે ભલામણ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપવામાં આવેલા 18 હજારથી વધુ પૃષ્ઠોના અહેવાલમાં રામનાથ કોવિંદની આગેવાનીવાળી સમિતિએ કહ્યું છે કે એક સાથે ચૂંટણી કરાવવાથી વિકાસ પ્રક્રિયા અને સામાજીક એકતાને પ્રોત્સાહન મળશે, લોકશાહી પરંપરાનો પાયો ઊંડો થશે અને ઈન્ડિયા જે ભારત છે, તેની આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ મળશે.

મહત્વપૂર્ણ છે કે પેનલે આ રિપોર્ટમાં પહેલા પગલા હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. પેનલે તેને 100 દિવસની અંદર સ્થાનિક નિગમ ચૂંટણી કરાવવાની પણ ભલામણ કરી છે. પેનલે આ પણ ભલામણ કરી છે કે ભારતીય ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી અધિકારીઓની સલાહથી એકલ મતદાતા યાદી અને મતદાતા ઓળખ પત્ર તૈયાર કરે.

સમિતિએ ઘણાં બંધારણીય સંશોધનોની પણ ભલામણ કરી છે, તેમાંથી મોટાભાગ માટે રાજ્યોના અનુમોદનની જરૂરત નહીં રહે. હાલ ભારતીય ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે જવાબદાર છે. જ્યારે નગરનિગમો અને પંચાયતોની ચૂંટણીનું પ્રબંધન રાજ્ય ચૂંટણીપંચો દ્વારા કરવામાં આવે છે.

કોવિંદ જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપવા માટે ગયા હતા, ત્યારે તેમની સાથે સમિતિના અન્ય સદસ્યો ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં પંચના પૂર્વ પ્રમુખ એન. કે. સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ હતા.એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સમિતિની રચના બાદથી હિતધારકો, વિશેષજ્ઞોની સાથે વ્યાપક ચર્ચાવિચારણા અને 191 દિવસોના સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code