Site icon Revoi.in

મહુવાના નાના જાદરા ગામ નજીક માલણ નદીમાં 4 યુવાનો ડુબ્યા, ત્રણના મોત, એક લાપત્તા

Social Share

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકાના રુપાવટી ગામના ત્રણ સગાભાઇ અને એક કૌટુંબિક ભાઇ સહિત ચાર યુવાનો  જાદરા ગામ પાસે માલણ નદીમાં નાહવા પડતા ચારેય ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને મહુવા નગરપાલિકાના ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરાતા તરવૈયા સાથેનો કાફલો દોડી આવ્યો હતો. મોડી રાત સુધી ચારેય યુવાનોના મૃતદેહને શોધવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ત્રણના મૃતદેહ મળ્યા હતા. જ્યારે એક યુવાનનો મૃતદેહ હાથ લાગ્યા ન હતો. જેથી હવે રવિવારે સવારે ફરીવાર તેના મૃતદેહની શોધખોળ કરવામાં આવશે. આ બનવાને પગલે સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બવાનની વિગતો એવી જાણવા મળી છે. કે, મહુવા તાલુકાના નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં ચાર યુવાનો ન્હાવા પડ્યા હતા અને અચાનક ડૂબવા લાગ્યા હતા. આ યુવાનોને કોઇ આવીને બચાવે તે પહેલા જ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટના અંગે તંત્રને જાણ થતા તંત્ર દ્વારા આ ચારેય યુવાનોની શોધખોળ શરુ કરવામાં આવી હતી. તેમને શોધવા મહુવા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ તરવૈયાઓની મદદ લેવામાં આવી છે. ઘટનાને લઈ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. બોટ સાથે તરવૈયાઓએ ડુબી ગયેલા ચારેય યુવાનોની શોધખોળ આદરી હતી. જેમાંથી ત્રણના મૃતદેહ મળ્યા છે. હજુ એક યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી, રેસ્ક્યુ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવ્યું હતુ.

ગ્રામજનોના કહેવા મુજબ  રૂપાવટી ગામેથી કામ અર્થે ચારેય યુવાનો નાના જાદરા ગામે આવ્યા હતા. બપોરના સમયે નદીએ નાહવા જતા ચારેય યુવાનો ડૂબી ગયા હતા. રૂપાવટી ગામના 4 ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે. એક પિત્રાઈ ભાઈ છે. મકાનના બાધકામના કામ માટે જાદરા ગામે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા.