વિક્રમ લેન્ડરનું ફરી ચંદ્રની સપાટી પર 40 સેમી ઉંચુ સોફ્ટ લેન્ડિંગ – ઈસરોએ આપી જાણકારી
દિલ્હીઃ- ઈસરો દ્રારા ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો ત્યાર બાદ સતત ચંદ્રયાનના વિક્રમ લેન્ડરને લઈને સતત અપટે ઈસરો દ્રારા આપવામાં આવી રહી છે ત્યારે હવે વિક્રમ લેન્ડરે ફરી વખત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યુંમ છે ઈસરોએ આ બબાતે જાણકારી આપી છે.
ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ફરીથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. , વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક હોપ ટેસ્ટ એટલે કે જમ્પ ટેસ્ટનું આયોજન કર્યું હતું. આ હેઠળ, ISROના આદેશ પર, વિક્રમ લેન્ડરે એન્જિન શરૂ કર્યું અને અપેક્ષા મુજબ, પોતાને 40 સેમીથી ઊંચક્યું અને પછી ફરીથી 30-40 સેમીના અંતરે ઉતર્યું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ સોમવારે જણાવ્યું હતું કે ‘વિક્રમ’ લેન્ડરે એક આશાસ્પદ પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે અને ફરી એકવાર ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.ઈસરોએ કહ્યું કે ‘વિક્રમ’ લેન્ડર તેના મિશન ઉદ્દેશ્યોને પૂરા કરવા તરફ આગળ વધ્યું છે. ઈસરોએ કહ્યું કે આ અભિયાનની મહત્વની વાત એ છે કે આ પ્રક્રિયાથી હવે ‘નમૂનાઓ’ પરત આવવાની અને ભવિષ્યમાં ચંદ્ર પર માનવ અભિયાનની આશા વધી ગઈ છે.
ઈસરોએ પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘વિક્રમ’એ ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ‘વિક્રમ’ લેન્ડર તેના ઉદ્દેશ્યો પૂરા કરવા તરફ આગળ વધ્યું. તેણે એક આશાસ્પદ પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો. કમાન્ડ પર, તેણે એન્જિનોને ‘ફાયર’ કર્યા, જે પોતાને લગભગ 40 સે.મી. સુધી ઉપાડવાનો અંદાજ છે અને લગભગ 30-40 સે.મી. આગળના અંતરે સુરક્ષિત રીતે ઉતર્યો.
આ પ્રક્રિયાએ ભવિષ્યના ‘નમૂના’ પરત અને ચંદ્ર પર માનવ મિશનની આશાઓ વધારી છે. ‘વિક્રમ’ ની સિસ્ટમ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે અને સારી સ્થિતિમાં છે, લેન્ડર પરના રેમ્પ અને સાધનોને બંધ કરવામાં આવ્યા હતા અને પ્રયોગ પછી સફળતાપૂર્વક ફરીથી ગોઠવવામાં આવ્યા હતા.