નવી દિલ્હી, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સહિત 40 અગ્રણી નેતાઓ પ્રચાર કરશે. બીજેપી સેન્ટ્રલ કમિટિ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટાર પ્રચારકોની યાદી અનુસાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા છત્તીસગઢમાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે.
અન્ય સ્ટાર પ્રચારકોમાં ઓપી માથુર, મનસુખ માંડવિયા, યોગી આદિત્યનાથ, અર્જુન મુંડા, અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, રામેશ્વર તેલી, દેવેન્દ્ર ફડણવીસ, બાબુલાલ મરાંડી, રવિશંકર પ્રસાદ, ડૉ. રમણ સિંહ, સરોજ પાંડે, અજીત જામનો સમાવેશ થાય છે. આ યાદીમાં પવન સાંઈ, સાક્ષી મહારાજ, કેશવ પ્રસાદ મૌર્ય, મનોજ તિવારી, નિત્યાનંદ રાય, બ્રિજમોહન અગ્રવાલ, રવિ કિશન અને સતપાલ મહારાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નારાયણ ચંદેલ, રામવિચાર નેતામ, ગૌરીશંકર અગ્રવાલ, વિક્રમ યુસેન્ડી, મધુસુદન યાદવ, સંતોષ પાંડે, ગુહારમ અજગલે, ગુરુ બલદાસ સાહેબ, રામસેવક પાઈકરા, લતા ઉપયોગેન્ડી અને ચંદુલાલ સાહુ પણ પ્રચાર કરશે.
છત્તીસગઢમાં બીજા તબક્કામાં, રાયપુર, બિલાસપુર, દુર્ગ અને સુરગુજા વિભાગની કુલ 70 વિધાનસભા બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર અને 2 નવેમ્બર સુધી નામો પાછા ખેંચી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાંચેય રાજ્યોમાં વિજય માટે ભાજપા દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે. તેમજ અમિત શાહ સહિતના સિનિયર નેતાઓ પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપવામાં આવી છે.