Site icon Revoi.in

બીલીમોરામાં બરફની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં 40 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, હોસ્પિટલ ખસેડાયાં

Social Share

બીલીમોરાઃ શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સરદાર માર્કેટ વિસ્તારમાં હરસિધ્ધિ નામની આઈ ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં કાર્યરત છે જેમાં ગત રાત્રે એમોનિયા ગેસ લીકેજ થતા 40 જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ સહિત અન્ય વિભાગોના અધિકારીઓ દોડી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બીલીમોરા શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સરદાર માર્કેટ વિસ્તારમાં હરસિધ્ધિ નામની આઈ ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં કાર્યરત છે જેમાં ગત રાત્રે એમોનિયા ગેસ લીકેજ થતા ઊંઘી રહેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તંત્ર દોડતું થયું હતુ. શહેરના ફાયર વિભાગના અધિકારીઓને થતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ઘટનાની ગંભીરતા જોતાં ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસે આઇસ ફેક્ટરીની આસપાસ આવેલા 40 જેટલા રેણાક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યા હતા. ગેસ લીકેજના કારણે 40 થી વધુ લોકોને અસર થતાં તાત્કાલિક લોકો નીચે દોડી આવ્યા હતા અને બે વડીલોને વધુ શ્વાસ લેવામાં તકલીફ પડતા એકને બીલીમોરા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ICU માં ખસેડવામાં આવ્યા છે તો અન્ય એક વડીલને ગણદેવી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે જ્યાં એમની હાલત સ્થિર જોવા મળી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગેસ લીકેજની ઘટનાને પગલે બીલીમોરા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ઘટનાની ગંભીરતાને જોતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીના ઇન્સ્પેક્શન માટે ખાસ વલસાડથી ટીમને પણ બોલાવવામાં આવી હતી. જે ઘટના અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. હાલ પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ચાલતી ફેક્ટરી જોખમી હોવાનું ચર્ચાઓ રહ્યું છે રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈ ફેક્ટરીને લઈને હાલ તાલુકા વિકાસ અધિકારીએ ફેક્ટરીને સીલ કરવાના આદેશ આપ્યા છે. તંત્ર દ્વારા ગેસ લિકેજના મૂળ સુધી જઈને જવાબદારી સામે કાર્યવાહી જરૂરી બની છે.