ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર હજુ 40 ટકા મોર બેઠા, ઉનાળામાં કેરીનો સ્વાદ મોંઘો પડશે
ગીર સોમનાથઃ ગીર પંથકમાં કેસર કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે, અને ઉનાળામાં કેસર કેરીનું સારૂંએવું ઉત્પાદન થાય છે. જેમાં તલાળા વિસ્તારની કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. ચાલુ વર્ષે ઋતુ ચક્રની વિષમતાના કારણે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનો અડધો મહિનો પૂરો થઈ જવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 30 થી 40 ટકા જ કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું છે. જોકે હજુ પણ જાન્યુઆરીના અંત સુધીમાં ફ્લાવરિંગ આવવાની સંભાવના છે. પણ આ વખતે આંબાઓ પર મોર ઓછા બેસતા કેરીના ઉત્પાદનને ફટકો પડશે.
જિલ્લાના બાગાયતદાર ખેડુતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેસર કેરી ઝાડ પર ફલાવરિંગ આવી જતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ફલાવરિંગ ઓછા પ્રમાણમાં આવ્યું છે અને જે ફ્લાવરિંગ થયું છે, તેમાં પણ ડબલ ઋતુના કારણે ઈયળ સહિતનો ઉપદ્રવ થતા કેસર કેરીના ખેડૂતો અને ઈજારદારો મુશ્કેલીમાં મુકાયા છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. પરંતુ આ વખતે કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો અને ઇજારેદાર ચિંતિત બન્યા છે, કારણ કે સામાન્ય રીતે ડીસેમ્બર માસથી જાન્યુઆરી સુધીમાં કેસર કેરીના ઝાડ (આંબા) પર ફ્લાવરિંગ આવી જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઋતુ ચક્રની વિષમતાના કારણે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનો અડધો મહિનો પૂરો થઈ જવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 30 થી 40 ટકા જ કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું છે. જોકે હજુ પણ આ મહિનાના 10 દિવસ સુધીમાં ફ્લાવરિંગ આવવાની સંભાવના છે.
ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર જે ફ્લાવરિંગ આવ્યું છે, તેમાં પણ કેસર કેરીના ખેડૂતો અને ઇજારદારો મોટી મુશ્કેલી બેઠી રહ્યા છે. જેનું કારણ છે રાત્રે ઠંડી અને દિવસે ગરમી એટલે કે બે ઋતુને કારણે કેરીના પાકને માઠી અસર પહોંચી છે.