રાજકોટ ભાવનગર હાઈવે પર બસ પલટી ખાતાં 40 યાત્રાળુંઓને પહોંચી ઈજા
રાજકોટઃ રાજ્યભરમાં આજે 75માં આઝાદી દિવસની રંગેચેગે ઊજવણી કરવામાં આવી રહી હતી. 75માં આઝાદી દિવસે વહેલી સવારે રાજકોટ ભાવનગર હાઈવે પર યાત્રાળિઓની બસને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર યાત્રાળુઓની બસ પલ્ટી ખાઈ ગઈ હતી. બસ પલ્ટી ખાઇ જતાં 40 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર પાસે યાત્રાળુઓની બસ પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ બન્યો છે. બસમાં બેસી યાત્રાળુઓ ત્રણ દિવસની જાત્રાએ નીકળ્યા હતા. જેમાં યાત્રાળુઓ ત્રણ દિવસમાં રણુજા, દ્વારકા, સોમનાથ સહિતના દેવસ્થાનોની મુલાકાત લેવાનાં હતા. વહેલી સવારે યાત્રાળુઓ બસમાં નિંદર માણી રહ્યા હતા ત્યારે બસના ડ્રાઈવરે સ્ટાયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર પાસે બસનો અકસ્માત થયો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ કે જાનહાની થઈ નથી. બસમાં મુસાફરી કરતા 40 યાત્રાળુઓને ઇજા પહોંચી છે. તમામ યાત્રાળુંઓના પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસે કાફલો દોડી ગયો હતો. પલટી ખાઈ ગયેલી બસમાંથી યાત્રાળુંઓને બહાર કાઢીને પ્રાથમિક સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બસના ચાલકને વહેલી સવારે ઝોંકુ આવી જતા તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.