દેશમાં આગામી 3 વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર થશે
- એલઆઈસીનો આઈપીઓ પણ જલ્હીથી આવશે
- 3 વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરાશે
- ડિજીટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે
- આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાનોને રોજગારી પુરી પડાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત નાના ખેડૂતો અને નાના-મધ્યમ કદના એકમોને ફાયદો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે.
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના કાળમાં અભ્યાસને વ્યાપક નુકશાન થયું છે. એક ક્લાક એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજીટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે. રેલવે નાના ખેડૂતો અને નાના-મધ્યમ કદના એકમો માટે નવા પ્રોડ્ક્ટ અને કુશળ લોજીસ્ટીક સર્વિસ તૈયાર કરશે.
એર ઈન્ડિયાનું વિનિવેશ પુરુ થયું છે અને એલઆઈસીનો આઈપીઓ પણ જલ્હીથી આવશે. બજેટમાં ખેડૂતો અને યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે. આગામી 3 વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. તેની સાથે આગામી 3 વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરવામાં આવશે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કુલ ખરીદી બજેટમાંથી 68 ટકા ઘરેલુ બજારમાં ખરીદી ઉપર ખર્ચ કરાશે. જેથી રક્ષા ઉપકરણોની આયાત પર નિર્ભતા ઓછી થશે. છેલ્લા નાણાકીય વર્ષની સરખામણીએ આ 58 ટકા વધારે છે.