Site icon Revoi.in

SVPI ખાતે પ્રથમ સપ્તાહમાં 4000+ યાત્રીઓ DIGI યાત્રા થી લાભાન્વિત થયા

Social Share

અમદાવાદ, 28મી ઑગસ્ટ 2023: અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે (SVPIA) DIGI યાત્રાથી મુસાફરોને વર્લ્ડક્લાસ સીમલેસ અને પેપરલેસ યાત્રાનો અનુભવ થઈ રહ્યો છે. યાત્રીકોના આવાગમનને ઝડપી બનાવવામાં DIGI યાત્રા ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. અદ્યતન આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીના ઉપયોગથી ચહેરાની ઓળખ દ્વારા મુસાફરો અવરજવર કરી શકે છે. પ્રથમ સપ્તાહમાં જ 4000 થી વધુ મુસાફરોએ Digi Yatra નો ઉપયોગ કર્યો છે અને આ સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

એરપોર્ટ પર DIGI યાત્રાનો ઉપયોગ કરતા મુસાફરોને ટિકિટ કે બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ લેવાની જરૂર રહેતી નથી. SVPIA પર અમલી નવી બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમથી ચેક-ઇન, સુરક્ષા અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સરળ બની છે. 

SVPI એરપોર્ટે 3જી મે 2023ના રોજ ટર્મિનલ 1 થી આ ટેક્નોલોજીનો ટ્રાયલ શરૂ કર્યો હતો. સફળ ટ્રાયલ બાદ Akasa અને IndiGo એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા યાત્રીઓ DIGI યાત્રાની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. સપ્ટેમ્બર સુધીમાં તમામ એરલાઈન્સ તેમાં ઓનબોર્ડ થઈ જશે.

મુસાફરો એરપોર્ટ ખાતે DIGI યાત્રા પોર્ટલ દ્વારા અથવા IOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ DIGI યાત્રા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરાવી શકે છે. નોંધણી બાદ મુસાફરોને ભારતમાં ભવિષ્યની તમામ હવાઈ મુસાફરી માટે યુનીક DIGI યાત્રા ID પ્રાપ્ત થશે. જનરેટેડ યુનીક ડિજી યાત્રા ID મુસાફરના PNR નંબર સાથે લિંક કરવામાં આવે છે અને તે DIGI યાત્રા પોર્ટલ પર સચવાયેલો રહે છે. DIGI યાત્રા પ્લેટફોર્મ મુસાફરોના ચહેરાના બાયોમેટ્રિક્સને ફક્ત સ્કેન કરીને પ્રવેશ, પ્રી-એમ્બાર્કેશન સિક્યોરિટી ચેકપોઇન્ટ્સ અને બોર્ડિંગ ગેટમાંથી એન્ટ્રી જેવા અનેક લાભો પ્રદાન કરે છે. બાયોમેટ્રિક સિસ્ટમ ઇ-ટિકિટ અને બોર્ડિંગ પાસને પણ માન્ય કરી શકે છે.  

Google Play અને IOS સ્ટોર પરની Digi Yatra એપ રીઅલ-ટાઇમ ફ્લાઇટ્સમાં વિલંબ કે એરપોર્ટ પર ભીડના અપડેટ્સ આપે છે. મુસાફરો એપ દ્વારા ફ્લાઇટની સેવાઓ અને ગંતવ્ય-આધારિત ઑફર્સ પણ સરળતાથી બુક કરાવી શકે છે.

DIGI યાત્રા કેવી રીતે કાર્ય કરે છે?

વિવિધ ચોકીઓ પર DIGI યાત્રા કેવી રીતે કાર્ય કરે છે?

નવી DIGI યાત્રા મુસાફરોના પરિવહનમાં કેવી રીતે સરળતા કરે છે?

 SVPIA નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની માર્ગદર્શિકાના પાલન કરતા મુસાફરોને સીમલેસ અને ડિજિટાઇઝ્ડ અનુભવો પ્રદાન કરવા સમર્પિત છે.