રાજ્યમાં જમીન પચાવી પાડવાની પાંચ મહિનામાં 4138 ફરિયોદોઃ લેન્ડ ગેબ્રીંગ કાયદો હેઠળ પગલાં ભરાશે
ગાંધીનગરઃગુજરાતમાં નવો લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગુ પડયાના અંદાજીત પાંચ મહિનામાં ભુ માફીયાઓ-જમીન પચાવી પાડવા સંબંધી 4000 ફરીયાદો થઈ હતી અને તેમાં જમીનનું મૂલ્ય રૂપિયા 567 કરોડ થવા જાય છે અલબત જંત્રીદરનાં ધોરણે મૂલ્ય થાય છે. તેની વાસ્તવિક કિંમત ઘણી ઉંચી હોવાનો અંદાજ છે.રાજય સરકારનાં સતાવાર સુત્રોએ જણાવ્યું છે કે જાન્યુઆરીથી મે દરમિયાન પાંચ મહિનામાં જમીન પચાવી પાડવા સંબંધી 4138 ફરિયાદો સરકારી વિભાગોને મળી હતી. 196 કેસોમાં 728 લોકો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બાકીની ફરિયાદોમાં તપાસ વિવિધ તબકકે છે.ચકાસણીમાં તથ્ય માલુમ પડયા બાદ ફરિયાદ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સતાવાર આંકડા પ્રમાણે કુલ 28.55 લાખ ચોરસ મીટર જમીન ભૂમાફીયાઓએ પચાવી પાડી છે. રાજય સરકારે અત્યાર સુધીમાં 77 કેસોમાં સુઓમોટો એફઆરઆઈ દાખલ કરી છે.રાજયનાં મહેસુલ વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે રાજયના નવા જમીન પચાવી પાડવા વિરોધી કાયદા હેઠળ આકરા કેસ થાય તે માટે સંબંધીત તંત્રોને ખાસ તાલીમ આપવામાં આવી છે. ભૂમાફીયાઓ છટકી ન શકે તેવો આશય છે.
જમીન ગુમાવનારા લોકોને ન્યાય મળે અને કોઈ કાયદાનો દુરપયોગ ન થાય તે માટે ફરિયાદોની ઉચ્ચસ્તરે પૂર્વ ચકાસણી કરવામાં આવે છે.રાજય સરકાર દ્વારા જમીન ઠગાઈનાં કેસોની ફરિયાદો ઓનલાઈન પણ લેવામાં આવે છે. કડક અમલીકરણ માટે સતત મોનીટરીંગ કરવામાં આવે છે. આ કાયદાની જોગવાઈઓ કડક છે. જમીન પચાવી પાડયાનું પુરવાર થવાના સંજોગોમાં ન્યુનતમ 10 વર્ષની જેલસજાની જોગવાઈ છે. લેન્ડ ગ્રેબ્રીંગની અમદાવાદ અને વડોદરામાં 368 ફરિયાદો, વલસાડ જિલ્લામાં 255 ફરિયાદો, સુરતમાં 253 ફરિયાદો, રાજકોટમાં 216 ફરિયાદો, અને બનાસકાંઠામાં 212 ફરિયાદો સહિત કુલ 4138 ફરિયાદો સરકારને મળી છે.