1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડગામ અને દાંતા તાલુકાની 11 શાળાના 44 શિક્ષકો ગુલ્લી મારતા પકડાયાં,
વડગામ અને દાંતા તાલુકાની 11 શાળાના 44 શિક્ષકો ગુલ્લી મારતા પકડાયાં,

વડગામ અને દાંતા તાલુકાની 11 શાળાના 44 શિક્ષકો ગુલ્લી મારતા પકડાયાં,

0
Social Share

પાલનપુરઃ રાજ્યના અંતરિયાળ ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠતી હોય છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સુચના આપી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વડગામ અને દાંતા તાલુકાની વિવિધ 11 શાળાના 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા ફરજમાં લાપરવાહી દાખવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય તેમજ ફરજ પર અનિયમિત હાજર રહી અને ફરજમાં ગુલ્લી મારતા હોવાની ફરિયાદો મળતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈએ દાંતા તેમજ વડગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં દાંતા તાલુકાની આઠ સ્કૂલના 32 શિક્ષક અને વડગામ તાલુકાની ત્રણ સ્કૂલના 12 શિક્ષક મળી કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા શિક્ષકોમાં હલચલ મચી જવા પામી છે.

બનાસકાંઠા છેવાડોને અને પછાત જિલ્લો છે. આ વિસ્તારના અંતરિયાળ ગામડાંમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આદિવાસી વસતી ધરાવતા દાંતા તાલુકાની આઠ શાળાઓમાં ચેકિંગ કરતા 32 શિક્ષકોની હાજરી બોલતી હોવા છતાં શાળાઓમાં હાજર નહતા. શાળાના આચાર્ય પણ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી શક્યા નહતા. આ ઉપરાંત વડગામ તાલુકામાં કેટલીક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા ત્રણ શાળામાં 12 શિક્ષકો હાજર નહતા. આ તમામ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારીને ખૂલાશો પૂછવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code