Site icon Revoi.in

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 44 મી બેઠક યોજાશે

Social Share

દિલ્હી : આજે જીએસટી કાઉન્સિલની 44 મી બેઠક યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. આ બેઠકમાં કોવિડ -19 ને લગતી આવશ્યક ચીજવસ્તુઓ અને બલેક ફંગસની દવા પર ટેક્સ કપાત પર વિચાર કરવામાં આવશે. આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.કેન્દ્રીય નાણાં મંત્રાલયે શુક્રવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

કાઉન્સિલની બેઠકમાં મેઘાલયના ઉપમુખ્યમંત્રી કોનરાડ સંગમાના નેતૃત્વ હેઠળના મંત્રીઓના જૂથના અહેવાલમાં કોવિડ -19 રાહત માલ જેવા કે મેડિકલ ગ્રેડ ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, હેન્ડ સેનિટાઇઝર અને વેન્ટિલેટર વગેરે પર જીએસટી દરમાં છૂટ આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.

તે સમજી શકાય છે કે મંત્રી સમૂહમાં સામેલ ઘણા રાજ્યોના નાણાં પ્રધાનો કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી પર ટેક્સ કપાતની હિમાયત કરે છે. મંત્રી જૂથના સદસ્ય ઉત્તરપ્રદેશના નાણામંત્રી સુરેશકુમાર ખન્નાએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય, કોવિડ -19 સંબંધિત માલ પરનો કર કાપવાના પક્ષમાં છે.

જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 28 મેના રોજ મળી હતી, જેમાં કોવિડ -19 રસી અને તબીબી સપ્લાયના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તે સમયે ભાજપ અને વિપક્ષ શાસિત રાજ્યો વચ્ચે ટેક્સ ઘટાડવાના ફાયદા સામાન્ય લોકો સુધી પહોંચશે કે કેમ તે અંગે મતભેદો ઉભા થયા હતા. કોવિડ -19 સંબંધિત આવશ્યક માલના દર સૂચવવા માટે મંત્રીઓનું જૂથ બનાવવામાં આવ્યું હતું.