Site icon Revoi.in

LOC પાસે પાકિસ્તાને આતંકી લોન્ચિંગ પેડ પર 450-500 આતંકી છે હાજર: સૈન્ય સૂત્ર

Social Share
પ્રતીકાત્મક તસવીર

નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના આતંકી લોન્ચિંગ પેડ પર 450થી 500 આતંકી હાજર છે, જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે પહેલા 200થી 250 આતંકી હતા, પરંતુ આ વખતે આ સંખ્યા બેગણી છે. પાકિસ્તાનની કોશિશ હજી કોઈપણ પ્રકારે આ આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની છે, કારણ કે બાદમાં બરફ પડવાને કારણે ઘૂસણખોરી મુશ્કેલ થઈ જશે.

સૂત્રો પ્રમાણે, તહેવારોને ધ્યાનમાં રાખીને હાલના સમયે વધારે સાવચેત રહેવાની જરૂરત છે, કારણ કે આતંકી મોટી ઘટનાઓને અંજામ આપી શકે છે. ચાર દિવસ પહેલા બાલાકોટમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થવાનો ઈન્ટેલિજન્સ અહેવાલ મળ્યો છે. ગત 2 માસમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદેથી 60 આતંકી ઘૂસણખોરી કરીને દાખલ થયા હતા. સૂત્રો પ્રમાણે, 4થી5 લોન્ચ પેડ પરથી આતંકવાદ ઘૂસણખોરીની તૈયારીમાં છે અને તેને જોતા સેના અને સુરક્ષાદળ એલઓસી તથા આઈબી પર હાઈએલર્ટ પર છે. સેના હવે સરહદ પર બચાવ નહીં, પણ આક્રમક ભૂમિકામાં છે.

મહત્વપૂર્ણ છે કે સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાનમાં તાજેતરમાં બાલાકોટ કેમ્પને ફરીથી સક્રિય કરવામાં આવ્યો છે અને અહીં લગભગ 500 ઘૂસણખોરો ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમા છે.