- 3 વર્ષમાં 47 ખાલિસ્તાની આતંકીઓ મોડ્યૂઅલનો પર્દાફાશ
- સરકારે આ મામલે આપી મહત્વની જાણકારીઓ
દિલ્હીઃ- દેશમાં ખાલિસ્તાની આતંકવાદી મોડ્યુલને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.વિતેલા દિવસને મંગળવારના રોજ લોકસભામાં સરકારે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ સાથે જોડાયેલા 47 મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી ઘટનાઓમાં કેટલા લોકોના મોત થયા છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે વર્ષ 2019, 2020 અને 2021 દરમિયાન ખાલિસ્તાની અલગાવવાદી પ્રવૃત્તિઓમાં કુલ 8 લોકોના મોત થયા છે.
આ સાથે જ એક લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષ 2019માં 7 આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. વર્ષમાં 15 આવી પ્રવૃત્તિઓ અને વર્ષ 2021માં આવી 25 પ્રવૃત્તિઓ જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જાનમાલને કોઈ નુકસાન નથી.
કેન્દ્રીય રાજ્ય મંત્રીરાયે કહ્યું કે વર્ષ 2019માં ખાલિસ્તાની ગતિવિધિઓમાં 2 લોકોના મોત થયા છે. વર્ષ 2020માં ત્રણ લોકોના મોત થયા છે અને વર્ષ 2021માં પણ ત્રણ લોકોના મોત થયા છે. જેમાંથી એક પીડિત અને બે આતંકવાદી હતા.
દેશમાં નક્સલ સંબંધિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું કે વર્ષ 2009માં 2 હજાર 258 નક્સલવાદી ઘટનાઓ બની હતી જ્યારે વર્ષ 2021માં 509 ઘટનાઓ બની હતી. આવી ઘટનાઓમાં 77 ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષા દળોની જાનહાનિમાં પણ 85 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2010માં 1005 લોકોના મોત થયા હતા જ્યારે વર્ષ 2021માં 147 લોકોના મોત થયા હતા.