Site icon Revoi.in

ગુજરાતમાં 48 ટકા હોસ્પિટલ પાસે ફાયર NOC નથી, સરકારે કરી કબુલાત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ દરમિયાન અમદાવાદ,રાજકોટ સહિત કેટલીક હોસ્પિટલોમાં અકસ્માતે આગના બનાવો બન્યા હતા. જે હોસ્પિટલામાં આગ લાગી હતી તે હોસ્પિટલો પાસે કહેવાય છે કે ફાયર એનઓસી નહોતી. આ મામલે હાઈકોર્ટે પણ કડક વલણ દાખવ્યું હતું. દરમિયાન ફાયર સેફટી મામલે થયેલી અરજીમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ છે તેમાં એવી રજૂઆત કરાઇ છે કે,  રાજ્યમાં 48 ટકા હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી. સરકારે ઘરના સરનામે સોંગદનામું મોકલતા જસ્ટિસ એન.વી અંજારિયાએ ઝાટકણી કાઢી હતી. ઘરે શા માટે મોકલામાં આવે છે? કોર્ટના દસ્તાવેજો રજીસ્ટ્રીમાં આપવા જોઇએ. હવે પછી આવી ભૂલ થશે તો જયુડીશ્યલ ઓર્ડર કરવામાં આવશે.

હાઈકોર્ટની નારાજગી જોતા એડવોકેટ જનરલ દોડતા થયા હતા તેમણે કોર્ટ સમક્ષ એવો જવાબ આપ્યો હતો કે, અગાઉની ખંડપીઠે ઓનલાઇન કોર્ટની સુનાવણી દરમિયાન આ મુજબનો આદેશ આપ્યો હોવાથી જજના નિવાસસ્થાને  એફિડેવિટ-દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. ફરીથી આ પ્રકારની ભૂલ નહી થાય તેવી ખાતરી આપી હતી. સરકારે રજૂ કરેલા સોંગદનામામાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે રાજયની કુલ 48 ટકા હોસ્પિટલો પાસે યોગ્ય ફાયર એનઓસી નથી. નગરપાલિકા વિસ્તારમાં ઓક્ટોબર 2021 સુધી 2450 હોસ્પિટલ પૈકી 218 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી. 193 શાળાઓ પાસે ફાયર એનઓસી નહી હોવાથી પાણીના જોડાણ કાપ્યા છે અને 133 શાળાઓને સીલ માર્યા છે. છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.