Site icon Revoi.in

કટોકટીના પુરા થયા 48 વર્ષ – ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને પીએમ મોદીએ કર્યા યાદ, શ્રદ્ધાંજલી અર્પણ કરી

Social Share

દિલ્હીઃ- દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરાગાંઘીના સાશનમાં ઇમરજન્સી લાગુ થયાને આજે  48 વર્ષ પૂર્ણ થયા છે. આજના આ ખાસ દિવસે  વડાપ્રધાન મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

આજના દિવસ પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને દેશમાં લોકશાહીની ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. ઈમરજન્સી આપણા દેશના ઈતિહાસનો એક અવિસ્મરણીય સમય છે, જે સંવિધાનના મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે

જો કે પીએમ મોદી હાલ ઈજિપ્તના પ્રવાસે છે તેમણે આજનો આ કાળો દિવસ યાદ કરીને એવા લોકોને યાદ કર્યા છે જેમણે કટોકટી લાગૂ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

આ સહીત બીજેપી અધયક્ષ જેપી નડ્ડાએ પણ આજના દિવસને લઈને ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં નડ્ડાએ લખ્યું કે, ’25 જૂન, 1975ના રોજ એક પરિવારે તેના તાનાશાહી વલણને કારણે દેશની મહાન લોકશાહીની હત્યા કરી અને ઈમરજન્સી જેવું કલંક લગાવ્યું. જેની નિર્દયતાએ સેંકડો વર્ષના વિદેશી શાસનના જુલમને પણ પાછળ છોડી દીધા.અપાર યાતનાઓ સહન કરીને લડનારા તમામ દેશભક્તોને હું નમન કરું છું.

ઉલ્લેખનીય છે કે  સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ઈમરજન્સી એક એવો અધ્યાય છે જ્યારે 1975માં દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના એક નિર્ણયને કારણે ભારતની ગતિવિધિઓ થંભી ગઈ હતી. કટોકટીની સ્થિતિ 18 મહિનાથી વધુ સમય સુધી અમલમાં રહી. છેલ્લા 48 વર્ષોમાં ભારતે માઈલોની પ્રગતિ કરી છે. ઈન્દિરા ગાંધીના નિર્ણય બાદ રાષ્ટ્રપતિએ 25 જૂન, 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવાના નિર્ણય પર હસ્તાક્ષર કર્યા હતા. આ નિર્ણય બાદ ભારતનું પત્રકારત્વ, જાહેરમાં સરકારની ટીકા જેવી બાબતો છવાઈ ગઈ હતી.