Site icon Revoi.in

અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 49 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠરાવ્યાં

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં વર્ષ 2008માં સર્જાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આજે અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે સુનાવણીના અંતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. જ્યારે 28 જેટલા આરોપીઓને નિર્દોશ છોડી મુકવા નિર્દેશ કર્યો હતો. કોર્ટ આવતીકાલે આરોપીઓને સજાનો આદેશ કરે તેવી શકયતા છે. અમદાવાદમાં વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટ થયાં હતા. જ્યારે બીજા દિવસે સુરતના વિવિધ વિસ્તારમાંથી જીવતા બોમ્બ મળી આવ્યાં હતા. આ પ્રકરણમાં પ્રતિબંધિત સીમી અને આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની સંડોવણી સામે આવી હતી.

કેસની હકીકત અનુસાર અમદાવાદમાં વર્ષ 2008માં વિવિધ વિસ્તારમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 20 સ્થળો ઉપર થયેલા 21 બ્લાસ્ટમાં 56 જેટલા નિર્દોશ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 200થી વધારે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ કેસમાં જે તે વખતે ક્રાઈમબ્રાન્ચે 77 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.

તપાસનીશ એજન્સી દ્વારા ઓરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે સાક્ષીઓ તપાસવાની સાથે મોટી સંખ્યામાં દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા.

કોરોનાને કારણે કોર્ટમાં physical કેરિંગ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી ઓનલાઈન શરૂ કરવામાં આવી હતી.. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી, આ કેસમાં એક એક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું થાય છે. કુલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ online ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

કોર્ટની સુનાવણી પૂર્ણ થતા આજે અદાલતે સફરૂદ્દીન સહિત 49 જેટલા આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવ્યાં હતા. જ્યારે 29 જેટલા આરોપીઓને શંકાના આધારે છોડી મુકવાનો નિર્દેશ કર્યો હતો. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે, તેમની સામેનો કેસ હજી ઓપન થયો નથી.

(Photo-File)