- મ્યાનમારમાં ભૂકંપના આંચકા
- 5.0 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
દિલ્હી:મ્યાનમારના મોગોકમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર મોગોકના ઉત્તરપશ્ચિમમાં 72 કિલોમીટરની ઊંડાઈએ હતું. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
આ પહેલા 26 નવેમ્બરના દિવસે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમાર-ભારત સરહદે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.
બે દિવસ પછી નવેમ્બરમાં જ સવારે ઉત્તર પેરુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.આનાથી ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને કાટમાળને કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા ખૂબ જ જોરદાર હતી, જો કે તેની ઊંડાઈ લગભગ 112 કિમી હોવાને કારણે વધારે નુકસાન થવાની સંભાવના નથી. ભૂકંપનું કેન્દ્ર પેરુના દરિયાકાંઠાના શહેર બેરંકાથી 42 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં હતું.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.