- આસામમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો
- તીવ્રતા 5.2ની રહી
- લોકોમાં ભયનો માહોલ
ગુવાહાટી: ભારતના પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય આસામમાં આજે સવારે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા 5.2ની રહી હતી જેના કારણે લોકોમાં હાલ ડરનો માહોલ પ્રસરી ગયો છે.
ભૂકંપની અસર એવી હતી કે તેના આંચકાનો અનુભવ પાડોશી રાજ્યો મેધાલય, મણીપુર અને અન્ય રાજ્યોમાં પણ થઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભૂકંપની અસર બાંગ્લાદેશના કેટલાક રાજ્યોમાં પણ થઈ હતી.
ભૂકંપનું એપીસેન્ટર આસામ રાજ્યના ગોલપારા વિસ્તારમાં હોય તેવુ સામે આવ્યું છે. સવારે 8.45ની આસપાસ અને જમીનથી 14 કીમી અંદર ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વાત નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી વિભાગે જણાવી હતી.
ભૂકંપના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.