Site icon Revoi.in

અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતા નોંધાઈ  

Social Share

દિલ્હી:કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓની કેમ્પબેલ ખાડીમાં શુક્રવારે રાત્રે 8:35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 રહી. જો કે, અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.

આ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ સવારે 8:50 કલાકે અંદમાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. જો કે આમાં કોઈ જાન -માલનું નુકશાન થવાના સમાચાર નથી.ભૂકંપનું કેન્દ્રબિંદુ અંદમાન અને નિકોબારમાં દિગ્લીપુરથી 137 કિમી ઉત્તરે હતું.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.