Site icon Revoi.in

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 5.8 તીવ્રતાથી આવેલા ભૂકંપથી કેટલીક સંપતિને નુક્સાન

Social Share

દિલ્લી: નેપાળના લામજંગ જિલ્લામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 5.8ની નોંધવામાં આવી છે. જો વાત કરવામાં આવે સંપતિની તો આ ભૂકંપના આંચકામાં અનેક મકાનોને નુક્સાન થયુ છે જેને એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે.

સવારે 5.42 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી 200 કિમી દૂર પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લાના મરશિયાન્ગડી રુરલ  મ્યુનિસિપાલિટી વિસ્તારમાં હતું. નેપાળના મીડિયાના જણાવ્યા અનુસાર 5.8 તીવ્રતાના ભૂકંપને કારણે બે ડઝન મકાનોને નુકસાન થયું છે અને છ લોકો ઘાયલ થયા છે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા સુધીમાં 20 નાના આફટરશોક્સ અનુભવવામાં આવ્યા હતાં. લામજંગ જિલ્લાના ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૬ લોકો ઘાયલ થયા હોવાના સમચાર મળ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર એક મકાનની દિવાલ તૂટી પડવાને કારણે ૩ લોકો ઘાયલ થયા છે જ્યારે અન્ય લોકો ત્રણ ભૂકંપથી બચવા માટે ભાગી રહ્યાં હતાં ત્યારે ઘાયલ થયા હતાં. હાલ લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે.

મુખ્ય વાત એ છે કે ભારતના પણ કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહ્યા છે જેના કારણે લોકો સતર્ક પણ થયા છે.