એમ.એસ. ધોની સહીતના 5 ક્રિકેટરોને અપાયું ખાસ સમ્માન – MCC લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળી
- એમ એસ ઘોની સહીતના 5 ક્રિકેટરોને અપાયું ખાસ સમ્માન
- MCC લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળી
દિલ્હીઃ- ભારતીય ક્રિકેટરોમાં એમ.એસ,ઘોની સહીતના 5 ક્રિકેટરોને અપાયું ખાસ સમ્માન આપવામાં આવ્યું છે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ બુધવાર વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય ચાર ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને ‘લાઇફ મેમ્બરશિપ’ એનાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે MCC એ 19 નવા માનદ આજીવન સભ્યોનું નામ જાહેર કર્યું જેઓ આઠ ટેસ્ટ રમતા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મેમ્બરશિપ મેળવનારા ખેલાડીઓમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન મિતાલી રાજ અને મહાન મહિલા બોલર ઝુલન ગોસ્વામીનો સમાવેશ થાય છે.MCC એ આઠ ટેસ્ટ રમતા દેશોમાંથી 19 નવા માનદ આજીવન સભ્યોના નામની જાહેરાત કરી.
એમએસ ધોની અને યુવરાજ સિંહ બંને ભારતીય ટીમના અભિન્ન અંગ હતા જેમણે 2007 ICC મેન્સ વર્લ્ડ T20 અને 2011 ICC મેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો અને સુરેશ રૈનાએ 13 વર્ષની કારકિર્દીમાં 5,500 ODI રન બનાવ્યા હતા. એમસીસીના સીઈઓ અને સેક્રેટરી ગાય લેવેન્ડરે જણાવ્યું હતું કે, “અમે નવા આંતરરાષ્ટ્રીય ઉનાળા માટે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે એમસીસીના માનદ આજીવન સભ્યોના અમારા નવા સમૂહની જાહેરાત કરવામાં સમર્થ થવાથી અમે રોમાંચિત છીએ.
આ જાણકારી આપતા મેરીલેબોન ક્રિકેટ ક્લબ તેની વેબસાઈટ પર કહ્યું, “પાંચ ભારતીય ખેલાડીઓને માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે. ઝુલન ગોસ્વામીએ ગયા વર્ષે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિ ભારત મહિલા વન ડે ઇન્ટરનેશનલ મેચ બાદ નિવૃત્તિ લીધી હતી. ઝુલન ગોસ્વામી મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે જ્યારે મિતાલી રાજ 211 ઇનિંગ્સમાં 7,805 રન સાથે સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટોચ પર છે.
ઉલ્લેખનીય છે કે આ ક્લબની ક્રિકેટ સમિતિ આજીવન સભ્યપદ માટે ખેલાડીઓના નામાંકનને ‘કેટલાક રમતના મહાન ખેલાડીઓ માટે ઉત્કૃષ્ટ આંતરરાષ્ટ્રીય કારકિર્દી’ની માન્યતા તરીકે માને છે.આ સાથે જ આ સભ્યપદ તે વ્યક્તિઓને પણ આપવામાં આવે છે જેમણે ક્લબ અથવા રમતમાં ‘અપવાદરૂપ યોગદાન’ આપ્યું હોય.