Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે.તેવામાં કોરોનાની ચેઈનને તોડવા લોકો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. તેવામાં હવે સુરેન્દ્રનગર ખાતે પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ રહી છે. લોકોમાં પણ કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. લોકો મહત્વના કામ વગર બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જિલ્લામાં વધતા કોરોનાના કેસથી સ્થાનિકોમાં ચિંતા પ્રસરી છે. તેવામાં સુરેન્દ્રનગરના વિવિધ વેપારી એશોસિએશન અને મંડળો દ્વારા નગરપાલિકા પ્રમુખ આચાર્ય, સી.ઓ પંડ્યા. અને કારોબારી ચેરમેન રાણાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વધતા કોરોના સંક્રમણની ચેઇન તોડવા પાંચ દિવસના સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર સહિત વઢવાણ અને જોરાવરનગરમાં પણ ધંધા રોજગાર બુધવારથી રવિવાર એમ પાંચ દિવસ સુધી બંધ રહેશે. આ સ્વૈચ્છિક લોકડાઉન અંગે નિર્ણય લેવા નગર પાલિકા ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ વેપારી ઓશો.ના હોદ્દેદારો અને અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સર્વાનુમતે પાંચ દિવસના લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.