Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતઃ એક જ પરિવારના 5 સભ્યોના મોત

Social Share

લખનૌઃ પ્રયાગરાજના નવાબગંજમાં ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રૃંગવેરપુર સ્થિત નેશનલ હાઈવે નજીક આ અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતાપગઢના હથિગવાં ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ એક જ પરિવારના સભ્યો મોટરસાઈકલ ઉપર પરત ફરી રહ્યાં હતા. દરમિયાન રસ્તામાં શ્રૃંગવેરપુર હાઇવે રોડ પર ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં નવાબગંજના બુદૌના ગામના રહેવાસી રામ શરણ પાલ (ઉ.વ 60), તેમના પુત્રો લલ્લુ પાલ (ઉ.વ. 35), સમય લાલ (ઉ.વ 35) અને પૌત્ર અર્જુન પાલ (ઉ.વ. 11) અને રામચંદર પાલ (ઉ.વ.55)નું મૃત્યુ થયું હતું.

માર્ગ અકસ્માતની આ ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે તમામ મૃતદેહના પંચનામા કરીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તમામ લોકો હાથીગવાંના સંબંધીના ઘરે એક પ્રસંગ્રમાં હાજરી આપીને મોટરસાઈકલ ઉપર પરત ફરી રહ્યાં હતા. અકસ્માત બાદ નજીકમાં રહેતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી પોલીસે ગંભીર રીતે ઘાયલ પાંચ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિલ મોકલી આપ્યાં હતા. હોસ્પિટલમાં હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યાં હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા મૃતકના પરિવારજનોની રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.