Site icon Revoi.in

ઈઝરાયલની સીરિયાના એરબેસ પર એરસ્ટ્રાઈક, 5ના મોત

Social Share

સીરિયાએ ઈઝરાયલ પર એરસ્ટ્રાઈક કરવાનો આરોપ લગાવ્યો છે. સીરિયાનો આરોપ છે કે ઈઝરાયલે તેના હોમ્સ પ્રાંતમાં એક એરબેઝને નિશાન બનાવ્યું છે. 24 કલાકની અંદર આ બીજો આવો મામલો છે.

જો કે સીરિયાની હવાઈ સુરક્ષા પ્રણાલીએ રવિવારે ઈઝરાયલના એક હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ટી-4 એરબેઝને નિશાન બનાવીને છોડવામાં આવેલા બે રોકેટને તોડી પાડયા છે. એક સીરિયન જવાનનું મોત નીપજ્યું છે અને બે અન્ય ઘાયલ થયા છે.

બ્રિટનની સીરિયન ઓબ્ઝેર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યુ છે કે સીરિયાના એક સૈનિક સહીત પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમણે કહ્યુ છે કે હુમલામાં રોકેટ ડેપોને પણ નષ્ટ કરવામાં આવ્યો છે. નિરીક્ષણ સંસ્થાએ કહ્યુ છે કે સીરિયન સેના સિવાય એરબેઝ પર ઈરાની લડાકાઓ અને હિઝબુલ્લાના અર્ધલશ્કરી દળ પણ હાજર હતા. આ હુમલો ઈઝરાયલના સીરિયામાં હુમલો કરવાની વાત સ્વીકારવાના કેટલાક કલાક બાદ થયો છે.

ઈઝરાયલે કહ્યું છે કે તેમના પાડોશી દેશ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલાના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી છે. સંસ્થાએ કહ્યુ છે કે રાજધાનીના દક્ષિણમાં થયેલા હુમલામાં સીરિયન સૈનિક અને વિદેશી લડાકાઓ સહીત દશ લોકોના મોત નીપજ્યા છે. ઈઝરાયલે ઈરાન અને હિઝબુલ્લાના ઠેકાણાને નિશાન બનાવવાના નામ પર સીરિયા પર સેંકડો હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.

ઈઝરાયલે કહ્યું છે કે તે પોતાના કટ્ટર દુશ્મન ઈરાનને સીરિયામાં સૈન્ય સ્વરૂપે ઘૂસવાથી રોકવાના મામલામાં દ્રઢ છે. સીરિયામાં ઈન સમર્થિત રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ આઠ વર્ષની લડાઈ છતાં પદ પર યથાવત છે. આ લડાઈમાં ત્રણ લાખ 70 હજાર લોકોના જીવ ગયા છે.