Site icon Revoi.in

બિહારના સહરસામાં વીજળી પડતા બાળકો સહીત 5 ના મોત 

Social Share

પટના : બિહારના સહરસા જિલ્લામાં સોમવારે વીજળી પડવાથી ચાર બાળકો સહીત પાંચ લોકોના મોત નિપજ્યા હતા.સિમરી બખ્તિયારપુર સબ ડિવિઝનલ ઓફિસર વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે વાવાઝોડાને કારણે ચકમકા ગામે ચાર બાળકો અને એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાળકી સળગી ગઈ હતી, જેની સારવાર ચાલી રહી છે.

સાંસદ દિનેશચંદ્ર યાદવ ચકમકા ગામે પહોંચ્યા હતા અને બ્લોક વહીવટી તંત્ર દ્વારા પૂરા પાડવામાં આવેલા મૃતકના સંબંધીઓને દરેકને 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. બલવાહટ પોલીસ ચોકી અંતર્ગત સરોજા પંચાયતમાં આવેલા ચકમકા ગામે સોમવારે બપોરે મુશળધાર વરસાદ દરમિયાન કેરીના ઝાડ નીચે આશ્રય લેનારા આ બાળકો અને મહિલાઓ વીજળીની ઝપેટમાં આવી ગયા હતા.

બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને લાશને પીએમ અર્થે જિલ્લા મથકે મોકલી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ ચકમકા ગામના રાય ટોલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.