- ગરમીમાં શાકભાજી આરોગ્ય માટે ખૂબ ફાયદો કરે છે
- શાકભાજીથી આરોગ્ય બને છે તંદુરસ્ત
ઉનાળાની સિઝનમાં, ખોરાકની વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે, કારણ કે થોડી બેદરકારીથી વધતી ગરમીની અસર આરોગ્ય પર પડી શકે છે,હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને ગરમી પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી ત્યારે એવા સમયે આપણે આપણા ખોરાકની બાબતમાં ખથાસ ધ્યાન રાખવું જોઈએ.આપણી રોગપ્રતિકાર શક્તિ જળવાઈ રહે તે આપણા માટે મહત્વુનું છે.
હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે ફળોથી લઈને લાભકારી શાકભાજી સુધીની દરેક વસ્તુને આપણા ખોરાકમાં શામેલ કરવી જોઈએ . નિષ્ણાતો કહે છે કે શાકભાજીના નિયમિત વપરાશથી આપણા સ્વાસ્થ્ય અને શરીરની આંતરિક વ્યવસ્થા મજબૂત બને છે. જો શાકભાજીનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે પાચન શક્તિમાં પણ વધારો કરે છે. ચાલો આપણે કેટલીક શાકભાજીઓ વિશે જાણીએ, જે ઉનાળામાં ખાવાથી ખૂબ ફાયદો થાય છે.
દુધીઃ- દુધી માર્કેટમાં સરળતાથી મળે છે, તેમાં ઔષધીય ગુણધર્મોથી ભરપુર એક શાકભાજી છે, જેમાં ફાઇબર, આયર્ન, જસત, મેગ્નેશિયમ વિટામિન સમાયેલા હોય છે. તેના સેવનથી પાચક શક્તિને મજબૂત બને છે, અને હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે, અનિદ્રાને દૂર કરે છે, ત્વચાને સ્વસ્થ બનાવે છે અને હૃદયને સ્વસ્થ પણ રાખે છે.
કારેલાઃ- કારેલા અનેક ગુણોથી ભરપુર હોય છે, જોકે તેનો સ્વાદ કડવો છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે તેના સ્વાસ્થ્યના લાભને લઈને વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં બળતરા વિરોધી, એન્ટિ-ફંગલ, એન્ટી બાયોટીક, એન્ટિ-એલર્જિક અને એન્ટી વાયરલ ગુણ છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં આવે છે, આ સાથે જ ખાસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી છે
, શ્વસન અને ત્વચાના આરોગ્યને સુધારવામાં પણ મદદ મળે છે.
કેપ્સિકમ મરચાઃ- તે એક પૌષ્ટિક શાકભાજી છે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. તેમાં વિટામિન-સી, ફાઇબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે માત્ર વજન ઘટાડવામાં મદદગાર નથી, પરંતુ તેમાં ગુણધર્મો પણ છે જે પાચનની સમસ્યાઓ દૂર કરે છે. આ સિવાય તે હૃદયને સ્વસ્થ પણ રાખે છે.
કોળું- સામાન્ય રીતે તેને કદ્દુ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ સૂપથી માંડીને શાકભાજીમાં કરવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળુ વિટામિન એ, સી, ઇ, વિટામિન બી સંકુલ અને આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા ખનિજોનો સારો સ્રોત છે.
ટામેટાઃ- સામાન્ય રીતે ટામેટાં બધાજ શાકભાજીમાં નાખવામાં આવે છે, તેને પોષણનો પાવરહાઉસ કહેવામાં આવે છે. જો તમે તેને તમારા દૈનિક આહારમાં શામેલ કરો છો, જેમાં તમને વધુ આરોગ્ય લાભ મળી શકે છે. તે વિટામિન એ, સી, કે અને પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી હાડકાંને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં, પેટનું ફૂલવું અને અનિદ્રા દૂર થાય છે અને વજન ઓછું થાય છે.