Site icon Revoi.in

ભારતમાં આઠ વર્ષમાં મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડનો ખર્ચ કરાયોઃ નિર્મલા સીતારમણ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો મોદી સરકાર કરી રહી છે. દરમિયાન છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારએ મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી દરમિયાન 20 ટકા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. 8 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ રાજ્યને 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

તેલંગણાના કામારેડ્ડી જિલ્લામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સીતારમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં મનરેગા હેઠળ તેલંગાણાને રૂ. 20,000 કરોડ આપવામાં આવ્યા છે. આ જ સમયગાળા દરમિયાન દેશભરમાં 5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા જેમાંથી 20 ટકાથી વધુ 2020-21 દરમિયાન કોવિડ-19 દરમિયાન ખર્ચવામાં આવ્યા હતા. મહત્વનો મુદ્દો એ છે કે, જો પૈસાનો યોગ્ય રીતે ખર્ચ ન થયો હોવાની ફરિયાદો આવે છે અથવા ઓડિટ રિપોર્ટમાં કોઈ ટિપ્પણી હોય છે તો સર્વે ટીમો (કોઈપણ રાજ્યમાં) આવશે.

તેમણે કહ્યું હતું કે, એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે, સર્વેક્ષણ ટીમો યોજનાને રોકવા માટે મોકલવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, કોઈ વિસંગતતા હશે તો તેને સુધારવા માટે સર્વેક્ષણ ટીમો મોકલવામાં આવશે. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન આ યોજનામાં ઘણી ખામીઓ હતી જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દૂર કરી હતી અને હવે તેને સીધો લાભ ટ્રાન્સફર ટ્રાન્સફર દ્વારા લાગુ કરવામાં આવી રહી છે.

તેમણે તેલંગાણા સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, ચંદ્રશેખર રાવ સરકાર રાજ્ય વિધાનસભાને જાણ કર્યા વગર અને બજેટમાં તેનો ઉલ્લેખ કર્યા વગર લોન લઈ રહી છે. સીતારમણે કહ્યું હતું કે, રાજ્ય ખેડૂત આત્મહત્યાના મામલામાં 4 સ્થાને છે.