અમરેલી : જિલ્લના ધારી ગીર પૂર્વ વિસ્તાર અને શેત્રુંજી ડિવિઝનમાં ગંભીર બીમારી આવી હોય તેમ છેલ્લા પંદર દિવસમાં પાંચથી વધારે સિંહોના મોત નિપજતા વન વિભાગમાં દોડધામ મચી હતી. ત્યારે શેત્રુંજી ડિવિઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાં ફરી એકવાર બેબસિયા નામની ગંભીર બીમારીથી સિંહણનું મોત નિપજ્યુ હતું
સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના ધારી ગિર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં ગયા વર્ષ બેબસિયા નામની ગંભીર બીમારીના કારણે 25થી વધારે સિંહોના મોત નિપજ્યા હતા. ત્યારે ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં પણ ફરી આ વર્ષ સિંહોના ટપોટપ મોત થવાનો સિલસિલો શરૂ થયો છે ત્યારે શેત્રુંજી ડિવિઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક બીમાર સિંહણ મળી આવી હતી. 5 થી 9 વર્ષની સિંહણને સારવાર મળે તે પહેલા જ બેબસિયા રોગની ગંભીર બીમારીથી મોત થતાં વન વિભાગમાં પણ દોડધામ મચી ગઇ હતી. સિંહણને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
તેમ છતાં વનવિભાગ મગનું નામ મરી પાડતું નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક ટૂંકાગાળામાં પાંચથી વધારે સિંહોના મોત થતાં સિંહ પ્રેમીઓમાં પણ દુ:ખની લાગણી ફેલાઇ હતી. ગીર વિસ્તાર અને બૃહદગીર વિસ્તારની રેન્જ વિસ્તારોમાં સિંહોના મોતને લઈને સિંહ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન 1 બીમારી સિંહનુ મોત થયું હતું. સિંહના મોતને લઈને વનવિભાગ દ્વારા જાફરાબાદ રેન્જમા સિંહોની તપાસ કરવા આદેશ આપ્યા છે. કયા પ્રકારીની બીમારી છે અને કયો વાયરસ છે તેની માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.