અનંતનાગઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે ઘટનામાં સેના અને પોલીસના ત્રણ અધિકારીઓ સહિત પાંચ શહિદ થયા હતા. જેમાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના એક કર્નલ, એક મેજર અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હુમાયુ ભટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અધિકારીઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા હતા. જ્યારે એક સૈનિક ગુમ છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ થાય છે. બુધવારે અનંતનાગમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક, ડીએસપી હુમાયુ ભટ અને બે જવાન શહીદ થયા હતા. અહીં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. એક સૈનિક લાપતા છે. એવુ કહેવાય છે. કે, ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.
સેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 12-13 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે અનંતનાગના ગરોલમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં બે સૈન્ય અધિકારીઓ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્રણેયનું પાછળથી મોત થયું હતું. અધિકારીઓની ઓળખ મેજર આશિષ ધોનક અને કર્નલ મનપ્રીત સિંહ, ડીએસપી હુમાયુ ભટ તરીકે થઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજૌરીમાં મંગળવારે એક સૈનિક શહીદ થયા હતા. બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. મંગળવારે અહીં સર્ચ દરમિયાન આર્મીનો કેન્ટ નામનો ડોગ પણ મૃત્યુ પામ્યો હતો. પોતાના હેન્ડલરનો જીવ બચાવવા તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. રાજૌરીમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે સામ-સામે ફાયરિંગમાં શહીદ થયેલા આર્મી-ડોગનું નામ કેન્ટ હતું. એણે આતંકવાદીઓ સાથેના ફાયરિંગ દરમિયાન તેના હેન્ડલરને બચાવ્યો અને એ પોતે શહીદ થયો છે. આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે એ ભાગી રહેલા આતંકવાદીઓને શોધવા જવાનોના એક યુનિટનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ દરમિયાન એ ગોળીબારમાં શહીદ થયો હતો
PAK ઘાટીની શાંતિને ખલેલ પહોંચાડી રહ્યું છે- નોર્ધન આર્મી કમાન્ડર નોર્થ ટેક સિમ્પોસિયમ 2023 કાર્યક્રમ દરમિયાન, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદીએ એન્કાઉન્ટર અંગે કહ્યું કે પાકિસ્તાન ફરી એકવાર આ ક્ષેત્રમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું- પાકિસ્તાન ખીણમાં શાંતિ ડહોળવા માટે સરહદ પારથી કટ્ટરપંથી બંદૂકધારી મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે અમે પાકિસ્તાનને તેની નાપાક યોજનાઓમાં સફળ થવા દઈશું નહીં. આ વર્ષે અત્યારસુધીમાં સુરક્ષા દળોએ રાજૌરી-પૂંચ જિલ્લામાં 26 આતંકવાદીને ઠાર કર્યા છે. 10 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે.
સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે 11 સપ્ટેમ્બરની સાંજે પતરાડાના જંગલ વિસ્તારમાં સર્ચ અને કોર્ડન-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બે વ્યક્તિની શંકાસ્પદ પ્રવૃત્તિને જોતાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે બંને આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા.