ભગવાન શિવ બ્રહ્માંડના સર્જક અને સૃષ્ટિની રચના કરનાર ત્રમ દેવી દેવતા માંથી એક છે. શિવ ભગવાનની શિવલિંગ, રુદ્રાક્ષ સહિત અનેક સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ફાલ્ગુન મહિનામાં મહાશિવરાત્રી કૃષ્ણ પક્ષની ચતુર્દશી ચિથિએ આવે છે. આ દિવસ શિવભક્તો માટે ખાસ છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024ના રોજ આવે છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ખાસ અવસર પર ભગવાન શિવના કેટલાક ફેમસ મંદિર વિશે જાણો.
સોમનાથ મંદિરઃ સોમનાથ મંદિર ભગવાન શિવ માટે ઉપાસના માટે શ્રેષ્ઠ જગ્યાઓ માંથી એક છે. આ જ્યોતિર્લિંગ ખુબ જ પવિત્ર યાત્રાધામ છે. મંદિર પરિસરમાં આવાજ અને પ્રકાશનો શો પમ છે. જે જરરોજ સાંજે થાય છે.
લિંગરાજ મંદિરઃ આ મંદિરનું નામ ભગવાન શિવના લિંગમ સ્વરૂપ પરથી પડ્યું છે. દરેક શિવ ભક્તે આ મંદિરની મુલાકાત જરૂર લેવી જોઈએ.
શોર મંદિરઃ મહાબલીપુરમાં સેમારકોના સમૂહો માંથી એક ભાગ રૂપે, તે યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે. અહીંના બે મુખ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
કેદારનાથ મંદિરઃ અમરનાથ ગુફાઓમાં ગ્યા પહેલા ભગવાન શિવ દેવી પાર્વતી અહીં રહેતા હતા. આ મંદિર પવિત્ર મંદાકિની નદીના કિનારે સ્થિર છે. ઠંડીના દિવસોમાં મંદિરના દરવાજા બંધ થી જાય છે.
શ્રી અમરનાથ ગુફા મંદિરઃ આ મંદિર હિંન્દુ ધર્મના એક જરૂરી ભાગ રૂપે પ્રતિનિધિત્વ કરે છે. એવું એટલા માટે છે કે અહીં ભગવાને તેમની પત્ની દેવી પાર્વતીને અમરતાનું રહસ્ય કહ્યું હતુ.