ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન ઝડપાયું
નવી દિલ્હીઃ BSFએ ભારત-પાકિસ્તાન સરહદ પર અમૃતસર અને તરનતારનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. BSFએ પંજાબ પોલીસ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન અનેક શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. બીએસએફના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે સીમા પારથી દાણચોરી અને ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓ વધવાના કારણે સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
BSFની ફરિયાદ પર પંજાબ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
BSF અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે અમૃતસર અને તરનતારન વિસ્તારમાં તપાસ દરમિયાન 5 ડ્રોન ઝડપ્યા હતા. જેમાં ચાર ડ્રોન ડીજેઆઈ મેવિક થ્રી ક્લાસિક અને એક ડ્રોન ડીજેઆઈ એર થ્રી એસનો છે. પીળા રંગના પેકેટ બે ડ્રોન સાથે જોડાયેલા જોવા મળ્યા હતા.
એક કેસમાં 548 ગ્રામ હેરોઈન અને બીજા કેસમાં 555 ગ્રામ હેરોઈન ઝડપાયું હતું. BSFની ફરિયાદ પર પંજાબ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પંજાબ પોલીસ આસપાસના ગામડાઓમાં પાકિસ્તાની સંપર્ક ધરાવતા લોકોને શોધી રહી છે.