- બ્રિટનથી દિલ્હી આવેલા 5 લોકો કોરોના પોઝિટિવ
- જીમોન સિક્વન્સિંગ માટે નમૂના મોકલાયા
દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાના કેસો ઘચતા જોવા મળી રહ્યો છે ત્યા બીજી કરફ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ વર્તાઈ રહ્યું છે ભારતમાં 45થી પણ વધુ ઓમિક્રોનના કેસો આવી ચૂક્યા છે ત્યારે ફરી ચિંતા વધી રહી છે.નવા વેરિએન્ટને લઈને અનેક સતર્કતા દાખવવામાં .આવી હોવા છત્તા વિદેશથી આવતા લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
તાજેતરમાં બ્રિટનથી દિલ્હીના ગૌતમ બુદ્ધ નગર આવેલા પાંચ લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગૌતમ બુદ્ધ નગરના સીએમઓ ડૉ. સુનિલ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. તમામ સંક્રમિતોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે,જેથી કરીને નવા વેરિએન્ટથી જલ્દીથી ભાળ મેળવી શકાય અને જો તેઓ ઓમિક્રોનથી સંક્રમિત છે તો તકેદારી રાખી શકાય.
મળતી માહિતી પ્રમાણે ગૌતમ બુદ્ધ નગરના સીએમઓ ડૉ. સુનિલ શર્માએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ દેશોમાં સામેલ ઈંગ્લેન્ડ ઉપરાંત સિંગાપોરથી જિલ્લામાં આવેલા પાંચ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્રને વિદેશથી આવેલા 4 હજાર 729 લોકોની યાદી મળી છે, જેમાંથી 1 હજારથી પણ વધુ લોકો સંવેદનશીલ દેશોમાંથી આવ્યા છે, જ્યાં કોરોના વાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનના સંક્રમણનો ભય છે આ સંક્રમણ ત્યા ફેલાઈ ચૂક્યું છે.જો કે આ 5 લોકોને ઓમિક્રોન છે કે નહી તે તેના રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાષે, જો કે હાલ તેઓ કોરોના સંક્રમિત તો મળી આવ્યા હોવાથી તેઓને ક્વોરાન્ટાઈન હેઠળ રાખવામાં આવશે.