1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટડીના બજાણા રેલવે ફાટક પાસે પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી જતાં 5ને ગંભીર ઈજા
પાટડીના બજાણા રેલવે ફાટક પાસે પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી જતાં 5ને ગંભીર ઈજા

પાટડીના બજાણા રેલવે ફાટક પાસે પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી જતાં 5ને ગંભીર ઈજા

0
Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા રેલવે ફાટક પાસે વહેલી સવારે પૂરફાટ ઝડપે કાર ટેન્કરની પાછળ ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ચાલક સહિત પાંચને ઈજાઓ થઈ હતી જેમાં ચારને ગંભીર ઈજાને લીધે પાટણની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે, કે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા પાસે આવેલા રેલવે ફાટક પાસે નજીક જઈ વહેલી સવારે 6 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે જઈ રહેલી વર્ના કાર ટ્રેલર પાછળ ધડાકા સાથે ઘુસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા, જ્યાંથી વધુ સારવાર માટે પાટણ ખાતે ખસેડાયા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. અને હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતા બજાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પામેલા ચારેય શખ્સો રાધનપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બજાણા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, બજાણા હાઈવે પર કાર પુરફાટ ઝડપે હોવાથી અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકને ઝોકુ આવી ગયું હોય કે કારચાલક વાતોમાં હોય તેથી ટેન્કરની પાછળ પહોંચી જતાં ખ્યાલ રહ્યો નહીં હોય અને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોય એવું લાગી રહ્યું છે. પોલીસ ઈજાગ્રસ્તોની પૂછતાછ કરીને વધુ વિગતો મેળવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code