Site icon Revoi.in

રાજસ્થાનના સિરોહી હાઈવે પર કાર અકસ્માતમાં ગુજરાતના 5 પ્રવાસીઓના મોત

Social Share

સિરોહીઃ રાજસ્થાનના સિરોહી હાઈવે પર સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે પૂરફાટ જતી કારનું આગળનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના દાહોદના પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિરોહીના જિલ્લા કલેકટર, એસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.

રાજસ્થાનના સિરોહી હાઈવે પર આજે ગુરુવારે સવારે ગુજરાતના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દાહોદથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસની મદદથી તમામને કારમાંથી બહાર કાઢ્યા હતા અને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં પ્રવાસ કરનારા તમામ 6 લોકો એક જ પરિવારના સભ્યો છે. પરિવાર મૂળ રાજસ્થાનનો હતો, પરંતુ છેલ્લા 40 વર્ષથી દાહોદના લીમખેડામાં રહેતો હતો. આજે સવારે તેઓ ગુજરાતથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળ્યા હતા. દરમિયાન આ અકસ્માત સિરોહીના સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે  થયો હતો. પોલીસ અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું કે કારનું આગળનું ટાયર અચાનક ફાટતા કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર પાર કરીને નાળામાં પડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ સિરોહીના કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર મૂળ ફલોદી, રાજસ્થાનનો હતો. અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા, 2 મહિલા, 2 પુરૂષ અને 1 બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું, અકસ્માતની ગંભીરતાને જોતા કલેક્ટર અલ્પા ચૌધરી, એસપી અનિલ કુમાર બેનીવાલ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા, કારમાં સવાર એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશન પાસે સરનેશ્વરજી હાઈવે પર બની હતી. આ કારમાં કુલ છ લોકો ગુજરાતથી જોધપુર જઈ રહ્યા હતા. જેવી કાર સિરોહીના ફોર-લેન હાઈવે પર પહોંચી ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું, જેના કારણે કાર ઝડપથી કાબૂ બહાર જઈ બીજી દિશામાં જઈને ગટરમાં પડી ગઈ.