Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બપોરના 3 કલાક સુધી સરેરાશ 50.71 ટકા મતદાન

Social Share

નવી દિલ્હીઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 જેટલી બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં એકંદરે સરેરાશ લગભગ 50.71 ટકા જેટલુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 63.11 ટકા અને સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં 42.63 ટકા જેટલુ મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે આજે સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાઈનો જોવા મળી હતી. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં અસમમાં 63 ટકા, બિહારમાં 46.69 ટકા, છત્તીસગઢમાં 58.19 ટકા, દાદરા, નગર હવેલી અને દીવ-દમણમાં 52.43 ટકા, ગોવામાં 61.39 ટકા, ગુજરાતમાં 47.03, કર્ણાટકમાં 54.20 ટકા, મધ્યપ્રદેશમાં 54.09, મહારાષ્ટ્રમાં 42.63, ઉત્તરપ્રદેશમાં 46.78 અને પશ્ચિમ બંગાળમાં 63 ટકા જેટલુ મતદાન થયું હતું.