Site icon Revoi.in

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની સંભવિત યાદીમાં રાજઘાનીને કેટલાક ઐતિહાસિક સ્થળો સહીત ભારતના વધુ 50 સ્થળો સામેલ

Social Share

દિલ્હીઃ યુનિસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં આમ તો ભારતના ઘણા ઐતિહાસિક અને જાણીતા સ્થળોનો સમાવેશ થયો છે જો કે હવે સંભવિત યાદીમાં વઘુ દેશના 50 સ્થળોનો સમાવેશ કરવામાં આવશે જેમાં રાજઘાની દિલ્હીના ઘણા ઐતિહાસિક સ્થળઓને પણ આવરી લેવામાં આવ્યા છે.

આ બબાતની જાણકારી પ્રમાણે IANS ભારત વિવિધ પ્રકારની હેરિટેજ સાઇટ્સનું ઘર છે, જેમાંથી કેટલીક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે.હાલમાં જ  રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન અને કર્ણાટકના હોયસલાનો આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે હવે આ યાદીમાં ભારતના 42 હેરિટેજ સાઈટ છે. તેમાંથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રણ સાંસ્કૃતિક સ્થળો છે.