Site icon Revoi.in

બિહાર સરકારના 50 ટકા એટલે કે 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગન કલ્ચર વધ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય નેતાઓ અને મહાનુભાવો પોતાની સુરક્ષા માટે હથિયારના પરવાના મેળવે છે. દરમિયાન બિહાર સરકારના એક-બે નહીં પરંતુ 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના હોવાનું જાણવા મળે છે. સંપતિને લઈને કેબિનેટ મંત્રીઓએ જાહેર કરેલી વિગતોમાં હથિયારોને લઈને ખુલાસો થયો હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2011 માં મુખ્યમંત્રી નીતિશ કુમારે એક પરંપરા શરૂ કરી હતી. આ અંતર્ગત કેબિનેટના તમામ મંત્રીઓએ વર્ષના અંતિમ દિવસે તેમની સંપત્તિની વિગતો જાહેર કરવી પડશે. આ વર્ષે પણ સીએમ સહિત તમામ મંત્રીઓએ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી છે અને એક રસપ્રદ ખુલાસો સામે આવ્યો છે કે સરકારના 31 મંત્રીઓમાંથી 16 મંત્રીઓ પાસે રાઈફલ, બંદૂક અને પિસ્તોલ છે. ભૂતપૂર્વ મંત્રી જનક રામ પાસે 30.06 બોરની રાઈફલ અને 32 બોરની પિસ્તોલ છે.  પંચાયતી રાજ મંત્રી સમ્રાટ ચૌધરી પાસે રાઈફલ, ડેપ્યુટી સીએમ રેણુ દેવી, ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા મંત્રી લેસી સિંહ પાસે પણ હથિયાર હોવાનું જાણવા મળે છે. જામા ખાન, પ્રમોદ કુમાર, શ્રવણ કુમાર, રામસૂરત રાય, સંતોષ સુમન, મંગલ પાંડે, અશોક ચૌધરી, સુમિત કુમાર સિંહ, સુભાષ સિંહ, સુનિલ કુમાર, જયંત રાજ અને નારાયણ પ્રસાદ પાસે પણ હથિયારનો પરવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ગુનાખોરીમાં વધારો થયો છે. જેથી મહાનુભાવો પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હથિયારના પરવાના મેળવે છે. રાજકીય આગેવાનો ઉપરાંત દેશના અનેક મહાનુભાવો પાસે હથિયાર રાખવાના પરવાના હોવાનું જાણવા મળે છે.

(PHOTO-FILE)