1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એસ ટી બસના 50 ટકા મુસાફરો ટિકિટ ઓનલાઈન બુક કરાવી રહ્યા છે, પણ તંત્રને કોઈ રસ નથી
એસ ટી બસના 50 ટકા મુસાફરો ટિકિટ ઓનલાઈન બુક કરાવી રહ્યા છે, પણ તંત્રને કોઈ રસ નથી

એસ ટી બસના 50 ટકા મુસાફરો ટિકિટ ઓનલાઈન બુક કરાવી રહ્યા છે, પણ તંત્રને કોઈ રસ નથી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના જમાનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતુ જાય છે. હવે તો એસટી બસમાં પણ સરેરાશ 50 ટકા મુસાફરો ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. ટિકિટ બુક કર્યા પછી ડ્રાઇવર કે કન્ડક્ટરનો ફોન નંબર પણ ટિકિટમાં આપવામાં આવતો ન હોવાથી બસ સમયસર ન આવે અથવા તો કેન્સલ થાય તેવી સ્થિતિમાં મુસાફરો કલાકો સુધી રઝળપાટ કરવા ઉપરાંત રૂપિયા અને સમય બન્ને ગુમાવવાનો વખત આવે છે. આ મુદ્દે કોઇ ફરિયાદ પણ સાંભળવા તૈયાર નહોય તેવી સ્થિતિ નિગમમાં જોવા મળી રહી છે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દોડાવવામાં આવતી એસ.ટી. બસોમાં મુસાફરી કરતાં કુલ મુસાફરો પૈકી હાલમાં 50 ટકા ઉપરાંત મુસાફરો ઓનલાઇન ટિકિટ બુક કરાવે છે. એસટી બસોમાં ઓનલાઇન બુકિંગનું ચલણ વધ્યુ છે, તે સારી બાબાત છે. પરંતુ એસટીના સત્તાધિશોને એડવાન્સ બુકિંગમાં કોઈ રસ હોય એવું લાગતું નથી.  ખાનગી લકઝરી બસોમાં બુકિંગ કરાવનારા મુસાફરોને  બસ ન આવે અથવા તો પેસેન્જર ન આવે તેવી સ્થિતિમાં મુસાફરને સામેથી ફોન કરીને સંપર્ક કરીને જાણ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ટિકિટ પર પણ જવાબદાર વ્યક્તિનો નંબર આપવામાં આવે છે જેનો સંપર્ક કરીને પરિસ્થિતિનો ઉકેલ લાવી શકાય છે. એસ.ટી. નિગમ દ્વારા દોડાવવામાં આવતી એસ.ટી. બસોમાં બિલકુલ ઉલટી સ્થિતિ છે. મુસાફર ઓનલાઇન ટિકિટ બુક કરાવે તો ડ્રાઇવર કે કન્ડક્ટર પૈકી કોઇનો પણ નંબર જ આપવામાં આવતો નથી. નિર્ધારિત સમયે મુસાફર બસ સ્ટેન્ડ પર જઇ ઊભા રહે અને બસ ન આવે તો કોનો સંપર્ક કરવો તેની કોઇ માહિતી- જાણકારી હોતી નથી. ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા બાદ કન્ડક્ટર પાસે મુસાફરને મોબાઇલ નંબર હોય છે પરંતુ મોટાભાગના કેસમાં તેઓ સામેથી સંપર્ક કરવા પ્રયાસ ન કરતાં છેવટે મુસાફરે લાંબો સમય રાહ જોયા પછી સમય અને રૂપિયા બન્ને ગુમાવવાનો વખત આવે છે. લાંબા રૂટની બસમાં કે જેમાં ટિકિટના ભાવ રૂપિયા 300થી 500 હોય અને ચારથી પાંચ પેસેન્જર હોય તો એકસાથે બે હજાર રૂપિયા ખોવા પડે તેવી સ્થિતિ ઊભી થાય છે. કારણ કે સામાન્ય પેસેન્જરને ફરિયાદ ક્યાં કરવી તેની પણ જાણકારી હોતી નથી. તાજેતરમાં કેટલાક પેસેન્જરોએ એક લાંબારૂટ્સની બસમાં મુસાફરી માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા પછી ત્રણ કલાક રાહ જોયા પછી પણ બસ ન આવી, છેવટે સમય અને રૂપિયા ગુમાવ્યા પછી અન્ય વાહનમાં રઝળપાટ કરીને ઘરે પહોચ્યા બાદ એસ.ટી.માંથી નંબર મેળવીને ફરિયાદ કરી તો કહે જે તે ડેપોની બસ હોય ત્યાના મેનેજર રિફંડ આપવું કે નહીં તે નક્કી કરશે. આ પેસેન્જરને એક માસ પછી પણ કોઇ રિફંડ કે આગળ શું કાર્યવાહી કરી તેની જાણ પણ કરવામાં આવી નથી. એસ.ટી.માં ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા પછી હજારો મુસાફરો આ પ્રકારની હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.

એસ.ટી. નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ  નિયમ પ્રમાણે ઓનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જર ન આવે તો ફોન કરીને જાણ કરવી તેવો નિયમ છે. આ ઉપરાંત પેસેન્જર ફોન ન ઉપાડે તો સ્થાનિક કંટ્રોલને જાણ કરીને જે તે મુસાફર આવ્યા નથી તેની જાણકારી આપવી પડે છે. જોકે, મોટાભાગના ડ્રાઇવર કે કન્ડક્ટર મુસાફરોને ફોન કરતાં નથી તે હકીકત છે. અગાઉ ડ્રાઇવર-કન્ડકટરના નંબર અપાતાં હતા તે બંધ કરી દેવાયા છે. ઓનલાઇન ટિકિટ બુક કરાવનારા મુસાફરને અગાઉ જે તે બસમાં કયા ડ્રાઇવર કે કન્ડક્ટર હશે તેના મોબાઇલ નંબર આપવામાં આવતાં હતા જેના કારણે બસ કયા પહોંચી, કયારે આવશે તેની જાણકારી મળી શકતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code