નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે એનએસએસઓના તાજેતરના જોબ્સ સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સર્વે મુજબ, ઈતિહાસમાં પહેલીવાર ભારતની અડધી કામકાજી વસ્તી (પંદર વર્ષ અને તેનાથી વધારે) 2017-18માં કોઈપણ આર્થિક ગતિવિધિમાં યોગદાન આપી રહી નથી. લીક સર્વે પર આધારીત બિઝનસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, 2017-18માં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 2011-12ના 55.9 ટકાની સરખામણીએ 2017-18માં ઘટીને 49.8 ટકા રહ્યો હતો.
એલએફપીઆર નોકરી કરી રહેલા અથવા નોકરી શોધનારા 16થી 6 વર્ષના વયજૂથની કામકાજી વસ્તીનો હિસ્સો છે. અભ્યાસ કરનારા લોકો, હાઉસવાઈફ અને 64 વર્ષથી વધુ વયના લોકોને લેબર ફોર્સમાં ગણવામાં આવતા નથી.
તાજેતરમાં જ બિઝનસ સ્ટાન્ડર્ડનો એક સર્વે લીક થયો હતો. તેના આધારે તેણે એક રિપોર્ટમાં કહ્યું હતું કે 2017-18 દરમિયાન બેરોજગારીનો દર વધીને 45 વર્ષના સૌથી ટોચના સ્તર પર પહોંચી ગયો હતો. જો કે નીતિ પંચે લીકની સચ્ચાઈ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સર્વે હજી પુરો થયો નથી.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સના સિનિયર ફેલો રાધિકા કપૂરે કહ્યું છે કે આ ગંભીર ચિંતાની વાત છે, કારણ કે તમે ડેમોગ્રાફિક ડિવિડન્ટ ફેક્ટરનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે 65 ટકા વસ્તી કામકાજી વયજૂથની છે.
આ રિપોર્ટ મુજબ, 2011-12માં એલએફપીઆરમાં 11.5 ટકાનો ઘટાડો થયો હતો. જે 2017-18ના ઘટાડાથી ઘણો વધારે છે. 2011-12 અને 2017-18ની વચ્ચે સક્રિય શ્રમ બળમાં ઘટાડો મહિલાઓના મામલામાં બેગણો છે.
2011-12ની સરખામણીમાં 2017-18માં મહિલાઓ માટે એલએફપીઆર આઠ ટકા ઘટીને 23.3 ટકા રહ્યો હતો. જ્યારે પુરુષો માટે એલએફપીઆર ચાર ટકા ઘટાડા સાથે 75.8 ટકા રહ્યો છે. માટે દેશમાં માત્ર એક ચતુર્થાંસ મહિલાઓ જ કામ કરી રહી છે અથવા કામની તલાશમા છે.