મશહૂર ઈસ્લામિક સ્કોલર તારીક રમાદાન પર એક મહિલાએ ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ‘ARAB NEWS’ એ French judicial સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. આરબ ન્યૂઝે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે યુરોપ વન રેડિયો અને ‘Le Journal du Dimanche’ અખબારે આ અહેવાલની પુષ્ટિ કરી છે કે તારિક રમાદાન પર આ મહિલાની સાથે સામુહિક દુષ્કર્મ કરવાનો કેસ ગત રવિવારે એટલે કે 25 ઓગસ્ટ-2019ના રોજ નોંધવામાં આવ્ય છે.
અહેવાલ મુજબ, 50 વર્ષીય આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે પોતાના એક સ્ટાફ સાથે મે-2014માં 56 વર્ષીય તારિક રમાદાનનો ઈન્ટરવ્યૂ લેવા માટે લિયોન ખાતેની એક હોટલમાં ગઈ હતી, ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. રમાદાન વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાવનારી આ મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે રમાદાને તેને પોલીસમાં ફરિયાદ દાખલ નહીં કરવાની ધમકી પણ આપી હતી.
મહત્વપૂર્ણ છે કે રમાદાન પહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. પરંતુ 2017માં #MeToo હેઠળ જ્યારે તેમના પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારે તેમને યુનિવર્સિટીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. તે સમયે તેમણે 2009માં એક દિવ્યાંગ મહિલા અને 2012માં એક અન્ય મહિલા સાથે બળાત્કારના આરોપોને રદિયો આપ્યો હતો. 2018માં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને 9 માસ સુધી તેમને જામીન નહીં મળવાને કારણે તેમને જેલ ભોગવવી પડી હતી.
સ્વિટ્ઝરલેન્ડમાં પણ રમાદાન પર રેપનો એક કેસ નોંધાયેલો છે અને તેની તપાસ થઈ રહી છે. જો કે હવે ફ્રાંસમાં તેમના પર લગાવવામાં આવેલા આરોપ પર તેમના વકીલ Emmanuel Marsignyએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. રમાદાન પર આરોપ લગાવનારી મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે રમાદાન અને તેના એક સહયોગીએ તેની સાથે ઘણીવાર હોટલમાં બળાત્કાર કર્યો હતો.
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે જ્યારે તેણે આ મામલામાં પોલીસને ફરિયાદ કરવાની વાત કહી હત, ત્યારે રમાદાને તેમને ક્હ્યુ હતુ કે તું જાણતી નથી કે હું કેટલો પાવરફુલ છું. પીડિત મહિલા પ્રમાણે, રમાદાને જાન્યુઆરીમાં મેસેજન્ર એપ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે તે સમયે રમાદાનને જેલમાંથી છૂટયાને માત્ર બે માસ વિત્યા હતા.