Site icon Revoi.in

PGVCLના 500 કોન્ટ્રાક્ટરોની ભાવ વધારાની માગ સાથે હડતાળ

Social Share

રાજકોટઃ ગુજરાત સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની યાને પીજીવીસીએલના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાળ પાડતા કામો અટકી પડ્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરોએ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે. માંગ સ્વીકારવામાં ન આવતા 500 કોન્ટ્રાક્ટર બેમુદતી હડતાળ પર ઉતરી ગયા છે. ખાનગી કોન્ટ્રાકરોએ એવી રજુઆતો કરી હતી કે, PGVCL માં પોલ નાખવાના 800  જ્યારે એમજીવીસીએલમાં 1200 આપવામાં આવે છે. જાફરાબાદથી નારાયણ સરોવર સુધી દરિયો અને રણ છે. RDSS ની સ્કીમમાં પોલમાં 4000 આપવામાં આવે છે એ રીતે ભાવમાં વિસંગતતા જોવા મળે છે. સરકારી બે કંપનીમાં એક જ કામના અલગ અલગ ભાવો કેમ એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરે વિજતંત્રને વિવિધ કોન્ટ્રાક્ટરમાં ભાવવધારો આપવાની માંગ સાથે આવેનપત્ર આપવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા કોઇ હકારાત્મક વલણ અપનાવવામાં ન આવતા સાંજથી જ હડતાળ શરૂ કરીને કામ થંભાવી દીધું હતુ. બપોરે પીજીવીસીએલની  કચેરીએ આવેદન આપવાના કાર્યક્રમમાં પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ઉમટેલા અંદાજીત 500 કોન્ટ્રાક્ટરોએ મીટીંગ યોજી હતી. ભાવ વધારાની માંગ ન સ્વીકારવામાં આવતા સાંજની જ કામ બંધ કરી દીધું હતું. એસોસીએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે,  2 વર્ષથી ભાવવધારા માટે માંગ કરવામાં આવે છે. છતાં ભાવમાં વધારો અપાતો નથી. એમજીવીસીએલ જેવી અન્ય ત્રણ કંપનીઓના ધોરણે ભાવ આપવાની માંગ છે. હાલ પીજીવીસીએલ તથા એસજીવીસીએલ વચ્ચે 35 થી 40 ટકાનો ભાવમાં તફાવત છે. દિવાળી ટાણે 11 ટકાનો ભાવવધારો આપવામાં આવ્યો હતો. પરંતુ તે મામૂલી હોવાથી મંજુર નથી. કોન્ટ્રાક્ટરો વરસાદ, વાવાઝોડા કે ગમે તેવા પ્રતિકુળ વાતાવરણમાં રાત દિવસ કામ કરે છે. વીજ નેટવર્ક જાળવવાની મહેનત છતાં વ્યાજબી વળતર આપવામાં આવતું નથી. લાઇનકામ, વાહન ભાડા, ટીસી રીપ્લેસમેન્ટ, ફેબ્રીકેશન, લોર્ડીંગ-અનલોર્ડીંગ જેવા મહત્વના કાર્યો કરવામાં આવે છે. બેઠકમાં એવો ઠરાવ કરાયો હતો કે વીજતંત્ર દ્વારા રજુઆત બાદ તત્કાળ કોઇ નિર્ણય કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટરો હડતાળ પાડી હતી.