ઈમ્પોર્ટના સરકારી સોફટવેરમાં ક્ષતિને લીધે હીરાની રફના 500 પાર્સલો કસ્ટમ ક્લીયરન્સ ન થતા અટવાયા
સુરત: ગુજરાતીમાં કહેવત છે. કે જેટલી સુવિધા એટલી દુવિધા, એટલે કે કોમ્પ્યુટરના જમાનામાં હવે તો રોબોર્ટની સેવા ઉપલભ્ધ બનવા લાગી છે. તમામ સેવાઓ ઓનલાઈન બની ગઈ છે, આ સેવામાં યાંત્રિક વિક્ષેપ સર્જાય ત્યારે તમામ ધંધે લાગી જતાં હોય છે. ભારત સરકારે આયાત (ઈમ્પોર્ટ) સેવા માટે આઈસગેટ નામનો સોફ્ટવેર બનાવ્યો છે. આ સોફ્ટવેરમાં કોઈ ક્ષતિ સર્જાતા હીરાની રફના 500 જેટલાં પાર્સલો અટવાય ગયા છે. કસ્ટમ ક્લીયરન્સ થઈ શકતું નથી. સુરત હીરા ઉદ્યોગનું હબ છે. ત્યારે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં હીરા ઉદ્યોગની હાલત કફોડી બની છે. ભારત સરકાર દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવતા હીરાઓ માટે ખાસ સોફ્ટવેર બનાવાયું છે અને આ સોફ્ટવેર ન ચાલતું હોવાને લઈને દેશભરની 500 જેટલી હીરા કંપનીઓના 1500 કરોડના હીરા અટવાયા છે. જેને લઈને સુરતમાં રફ હીરાની અછત ઉભી થતા રત્નકલાકારોને આ વખતે ઉનાળું વેકેશન આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કહેવાય છે. કે, આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતાં સુરત-મુંબઈના હીરા વેપારીઓના 1500 કરોડથી વધુના રફના 500 પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા નથી. શહેરના વેપારીઓ દુબઈ, હોંગકોંગ, રશિયા, બોત્સવાના સહિતના દેશોમાંથી રફ આયાત કરે છે. પેમેન્ટ સિસ્ટમ પારદર્શક રાખવા આઈસગેટ સિસ્ટમ બનાવાઈ છે, જેમાં બિલની એન્ટ્રી થતી ન હોવાથી ડ્યૂટી કે જીએસટી ભરી શકાતા ન હોવાથી માલ છોડાવી શકાતો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આઈસગેટ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાનું કહેવાય છે. સુરત-મુંબઈના 1500 કરોડથી વધુના રફ હીરાના 500 પાર્સલો ગત શનિવારથી અટવાઈ ગયા છે. સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના 20-20 પાર્સલો છે. હીરા ઉદ્યોગનું સૌથી મોટું હબ સુરત કહેવાય છે. જ્યારે દેશ અને દુનિયામાંથી રફ હીરા સુરતમાં લાવીને 100માંથી 90 હીરા સુરત શહેરમાં તૈયાર કરવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં પારદર્શકતા આવે તે માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા જ એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. સોફ્ટવેર દ્વારા બિલની એન્ટ્રી થયા બાદ પાર્સલ ક્લિયર થતા હોય છે. જોકે, આ સોફ્ટવેર છેલ્લા છ દિવસથી નહીં ચાલતા દેશભરમાંથી 500 જેટલા હીરા વેપારીઓના 500 જેટલા પાર્સલ અટવાયા છે. ખાસ કરીને 1500 કરોડ કરતાં વધુના ડાયમંડ હાલ જે તે પોર્ટ ઉપર આવી ગયા છે, પણ ક્લિયર થતાં નથી. સોફ્ટવેર કાર્યવાહીને લઈને વેપારીઓ દ્વારા કરવામાં આવેલું પેમેન્ટ દેખાતું નથી. જેને લઇને કસ્ટમ દ્વારા માલ છોડવામાં આવતો નથી. આ પોર્ટલ ટૂંક સમયમાં શરૂ થાય તેવી સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. (file photo)