- મ્યુનિએ જીમ અને સ્વિમિંગ પુલ પીપીપી ધોરણે ચલાવવા આપી દીધું,
- તાજેતરમાં અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
- સ્વિમિંગ પુલમાં તરતા શીખવાની ફી રૂપિયા 800 લેવાશે
અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના મકરબા વિસ્તારમાં રૂ. 10 કરોડના ખર્ચે એર કન્ડિશન જિમનેશિયમ અને સ્વિમિંગ પૂલનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વાતાનુકૂલિત જીમ અને સ્વિમિંગ પુલને પીપીપી ધોરણે ચાલવવાની મંજુરી મ્યુનિ. દ્વારા આપી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મકરબાના સ્વીમીંગ પુલ અને જીમને પીપીપી મોડલ પર ચલાવવા માટેની દરખાસ્ત રજૂ થઇ હતી. જેમાં એસી જીમ્નેશીયમ માટે માસીક સભ્ય ફી રૂ. 500 નક્કી કરવામાં આવી છે. જ્યારે સ્નાનાગારમાં માસીક ફી રૂ. 300 અને શીખાઉ માટે રૂ. 800 ફી નક્કી કરવામાં આવી છે. 45 મીનીટના એક એવા 4 સેશન માટે ફ્રી ચલાવવાના રહેશે. આ સ્વીમીંગ પુલ 10 વર્ષના ભાડા પટ્ટે વર્ષે રૂ. 20 લાખમાં ચલાવવા માટે આપવાની દરખાસ્ત છે.
શહેરના મકરબા વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા જીમ અને સ્વિમિંગ પુલનું તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકોર્પણ કરવામાં આવ્યું હતું. હવે જીમ અને સ્વિમિંગ પુલ પીપીપી ધોરણે ચલાવવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે. આ નવા બનાવવામાં આવેલા સ્વીમીંગ પુલમાં અત્યારે સ્વીમીંગપુલ, બેબી સ્વીમીંગપુલ , રૂફટોપ, લેડીસ એન્ડ જેન્ટસ ટોયલેટ વીથ લોકર, ક્યુબીકલ શાવર, જીમ્નેશીયમ, રબર ફ્લોરીંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. જેને ચલાવવા માટે PPP મોડલ પર રૂ. 20 લાખ પ્રતિ વર્ષ અને પ્રત્યેક વર્ષે 5 ટકા વધારા સાથે આ સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમ 10 વર્ષ માટે આપવાની દરખાસ્ત ખાસ મૂકવામાં આવી છે. ટેન્ડરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા ફાળવેલી રિક્રીએશન સેન્ટરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ રીફ્રેશમેન્ટ સેન્ટર, નાની ગેધરીંગ પાર્ટી તેમજ ટુર્નામેન્ટનું આયોજન કરી શકાશે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે આવકનું સાથે શેરીંગ કરવાનું રહેશે. જોકે, આ સ્થળે કોઇપણ પ્રકારની રસોઇ બનાવી શકાશે નહી. જેમાં કોચ, સિક્યોરીટી, સહિતની તમામ જવાબદાર તથા મેઇન્ટેનન્સનો ખર્ચ પણ PPPથી મેળવનાર વ્યક્તિએ કરવાનો રહેશે.
#AhmedabadGym #SwimmingPoolAhmedabad #AMCInitiative #PPPModel #FitnessFacilities #AmitShahInauguration #MakarbaDevelopment #ACGymMembership #SwimmingClassesAhmedabad #PublicPrivatePartnership #AhmedabadRecreation #GymAndPoolAhmedabad #AhmedabadFitnessHub #SwimTrainingFees #NewFitnessCenter #AMCProjects #AhmedabadInfrastructure #RecreationalFacilities #AhmedabadHealthInitiatives #PublicHealth