Site icon Revoi.in

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ મુકતા કંડલા બંદરે ઘઉં ભરેલી 500 ટ્રકો અટવાઈ,

Social Share

ગાંધીધામ : દેશમાં ઘઉંના વધતા જતાં ભાવને કંટ્રોલ કરવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ મુકવામાં આવતા નિકાસકારો કફોડી સ્થિતિમાં મુકાયા છે. દેશમાં ઘઉંની નિકાસમાં 85 ટકા નિકાસ કંડલા અને મુંદ્રા બંદરેથી થઈ રહી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે બન્ને દેશોમાંથી ઘઉંની નિકાસ અટકી જતા તેનો ભારતને લાભ મળ્યો હતો. પરંતુ ઘઉંની નિકાસ પર રોક લાગી જતાં હાલ 500 જેટલી ઘઉં ભરેલી ટ્રકો કંડલા બંદરે ઊભેલી છે. ઉપરાંત બંદરના યાર્ડમાં પણ ઘઉંનો મોટો સ્ટોક પડેલો છે. હાલ બંદર પર જેલો સ્ટોક પડેલો છે. તેટલા જ જથ્થાની નિકાસની મંજુરી આપવામાં આવે તેવી માગ ઊઠી છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કારણે કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી ગઈ છે. કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ જોવા મળી છે. આશરે 5000 થી વધુ ટ્રકો અને ટેલરના ગલીઓમાં લાઈનો લાગી ગઈ છે. કારણ કે, બે દિવસથી ઘઉંના હેન્ડલીંગની કામગીરી બંધ કરાઈ છે.  ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેણા પરિણામ સ્વરૂપે ભારત, પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદથી જ કંડલા પોર્ટ પર ઘઉં ભરેલી ગાડીઓનો ભરાવો થઈ ગયો છે. ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડ્રાઈવર્સ અહી બે દિવસથી અટવાઈ પડ્યા છે. આ કારણે કંડલા ખાતે ડ્રાઈવરોએ પરિવહન પણ રોક્યુ છે. જેથી પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરવી પડી છે. કંડલા બંદરે બે દિવસથી ઘઉં હેન્ડલીંગની કામગીરી પણ બંધ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનિય છે. કે,  ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 9.59% થયો છે જે માર્ચમાં 7.77% હતો. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ 55% ઘટાડો થયો છે કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત MSP કરતા ઘણી વધારે છે.