અમદાવાદઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધતા ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત રહી છે ત્યારે આ તમામ રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને ગુરૂવારે ઓક્સિજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન ઓક્સિજન મંગાવવા માટે ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જેમ બને તેમ જલ્દી ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક બયાન જારી કરવામાં આવ્યું છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે આ સંબંધમાં મંત્રાલય દ્વારા આદેશ જારી થઈ રહ્યો છે અને તેને ગૃહ મંત્રાલય દ્વારા અધિ સૂચિત કરવામાં આવશે. બેઠકમાં એવો નિર્ણય પણ લેવાયો છે કે સૌપ્રથમ ગુજરાત સહિત 12 જેટલા રાજ્યોને વિદેશથી આવનાર જથ્થો પૂરો પાડવામાં આવશે આ બધા જ રાજ્યો માંથી એવી ફરિયાદ આવી છે કે તેમને ત્યાં ઓક્સીજન ખલાસ થયું છે. મહારાષ્ટ્ર સરકારે એમ કહ્યું છે કે અમારી હાલત વધુ ખરાબ છે અને અમારે ત્યાં હવે ઓક્સિજન ઉપલબ્ધ નથી