Site icon Revoi.in

ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ, બે વર્ષમાં 20 માછીમારોને મુક્ત કરાયા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. સૌરાષ્ટ્રના અનેક માછીમારો દરિયો ખેડતા સમયે ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી જતા હોય છે. અને પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોને પકડી પાડવામાં આવતા હોય છે.દરિયાઇ સરહદ પર પાકિસ્તાન મરીનની અવળચંડાઇ યથાવત રહી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે એ વાતની કબૂલાત કરી છે કે, ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 20 જ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ પૂછેલાં સવાલોના જવાબમાં સરકારે એવો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2020માં 163 અને વર્ષ 2021માં 195 એમ બે વર્ષમાં કુલ મળીને 358 માછીમારોને પાકિસ્તાન મરીને પકડી લીધા હતાં.

રાજ્યના 519 માછીમારો પાકિસ્‍તાનની જેલમાં છે, સને 2020માં 163 અને સને 2021માં 195 મળીને બે વર્ષમાં 358 માછીમારોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવ્યા  છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં 7 વાર અને 2021માં 11 વાર રજૂઆતો મળી કુલ 18 વાર રજૂઆતો કરીને ભારત સરકારના ગૃહ મંત્રાલયને પુરી પાડી છે તેમ છતાં ગુજરાતના માછીમારોને વહેલી તકે છોડાવવા ભારત સરકાર દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવતી નથી એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાકિસ્‍તાન દ્વારા પકડાયેલ ગુજરાતી માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર દ્વારા દૈનિક માત્ર 300ની જ સહાય આપવામાં આવે છે. આવા માછીમાર કુટુંબો સંખ્‍યા સને 2020માં 184 અને સને 2021માં 323 છે. રાજ્યના 519 માછીમારો જેલમાં છે પણ સહાય 323 કુટુંબોને જ ચુકવવામાં આવે છે. પાકિસ્‍તાનની જેલમાં 519 માછીમારો છે, સને 2020માં 163 અને 2021માં 195 માછીમારોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવ્યા છે, તે પૈકી બે વર્ષમાં રાજ્યના માત્ર 20 માછીમારોને પાકિસ્‍તાનની જેલમાંથી છોડાવવામાં આવ્‍યા છે.
સરકારનું કહેવુ છેકે, પાકિસ્તાની જેલમાં માછીમારોને છોડાવવા માટે ગુજરાત સરકારે વર્ષ 2020માં સાત વાર અને વર્ષ 2021માં અગિયાર વાર એમ કુલ મળીને 18 વાર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાંય વિપક્ષનો આરોપ છે કે, ગુજરાત સરકાર માછીમારોને વહેલી તકે છોડાવવા કેન્દ્ર સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહત્વની વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી માત્ર 20 માછીમારો જ મુક્ત કરાયા છે. (file photo)