Site icon Revoi.in

52 વર્ષીય મૂળ ભારતીય મહિલા ન્યૂઝીલેન્ડમાં પોલીસ ઓફિસર બની – પરદેશમાં ટેક્સી ચલાવીને પોતાના સપનાંને સાકાર કર્યું

Social Share

દિલ્હી – કહેવાય છે કે સપના પુરા કરવાને કોઈ ઉમંર હોતી નથી, જીન્દગીના કોઈ પણ પડાવ પર પહોંચીને પોતાના સપનાને સાકાર કરી શકાય છે, બસ આજ કહેવત સાચી પાડી છે 52 વર્ષની મૂળ ભારતીય મહિલા મનદીપ કૌરે. જે ન્યૂઝિલેન્ડમાં ટેક્સિ ચલાવીને પોતાના સપનાને પાંખ આપવાના સતત પ્રયત્નમાં જોતરાયા હતા અને એક દિવસ તેમના સપનાને ખરેખર પાંખ મળે છે અને તેઓ આટલી ઉમંરે એક સફળતાની સીડી પાર કરે છે.

તેમના માતાની ઈચ્છા હતી કે તે પોતે પુત્ર હોય તો તેને પોલીસ બનાવે જો કે તમના માતાની ઈચ્છા પુત્રી બનીને મનદીપે પુરી કરી છે,અનેક મુસીબત સામે અડગ રહીને દિવસ રાત મહેનત કરીને મૂળ ભારતીય આ મહિલાએ ન્યૂઝીલેન્ડમાં પોલીસ અધિકારીનું પદ સંભાળ્યું છે,આથી વિશેષ વાત એ છે કે, તે ન્યૂઝિલેન્ડની પ્રથમ ભારતીય મહિલા છે કે જે પોલીસ કેડરમાં સીનિયર સાર્જન્ટ પદ પર પહોંચી છે. જે ભારત માટે પણ ગૌરવની વાત છે.

મળતી માહિતી પ્રમાણે મનદીપે અહીં સુધી પહોંચડા અનેક કપરી સ્થિતિનો સામનો કર્યો છે. તે પંજાબના માનસાના એક ગામ કમાલૂમાં રહેતી હતી જેના લગ્ન ખૂબ નાની વયે 18 વર્ષે કરી દેવામાં આવ્યા હતા, તે સાસરીમાંથી પોતાના પીયરમાં તેમના બે સંતાનો સાથે રહેતા હતા.

વર્ષ 1996માં મનદીપ જીવન નિરવાહ માટે પૈસા કમાવવા ઓસ્ટ્રેલિયા ગયા, એ સમયે તેમને અંગ્રેજી બાલવાના પણ ફાંફા હતા, છત્તાં મનદીપે ત્યા પહેલી સેલ્સપર્સન તરીકે નોકરી કરી.

વર્ષ 1999માં મનદીપને ન્યૂઝીલેન્ડ જવાનું થયું ત્યાર બાદ તે ત્યા રહેતી થઈ અને પોતાનો ખર્ચ કાઢવા તે અહીં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરવા લાગી હતી. તે ત્યા વુમન લોઝમાં રહેતી અને પોલીસ બનવાનું બાળપણનું સપનુ સાકાર કરવા માટેના અથાગ પ્રયત્નોમાં જોતરાઈ જતી.

એક અહીંના મિત્ર પાસેથી તેને પોલીસ બનવા માટેની અનેક જાણકારી મળી ત્યાર બાદ તે માતા પિતા અને મિત્રોની મદદથી આ રસ્તે આગળ ચાલવા લાગી, ન્યૂઝીલેન્ડ પોલીસમાં ભરતી થવા માટે સ્વિમિંગ શીખી અને તેણે પોતાનો 20 કિલો વેઈટ લોસ પણ કર્યો વર્ષ 2004માં મનદીપે સીનિયર કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાં જોઈન્ટ થઈ તેના સપનાને સાકાર કર્યું અને હવે 52 વર્ષની ઉમંરે તેસીનિયર સર્જેન્ટના પદ પર છે,જે પ્રથમ ભારતીય મહિલા છે.

સાહિન-